ભરૂચની યુવતી બ્રિજ પરથી ગુમ ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ પ્રેમી એ જીવવા લાયક નથી છોડી
આજના યુવક યુવતી ઓ પ્રેમ પડી ને શુ કરી નાખે છે નાખે તેનુ નક્કી નથી રહ્યુ ઘણા પ્રેમીઓ ને સાચા ખોટા નુ ભાન નથી રહ્યુ ત્યારે ફરી એક કીસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતી ને પ્રેમ મા દગો મળતા ગુમ થઈ ગઈ છે. આ ઘટના ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બની હતી જેમા એક યુવતી ને પ્રેમ મા દગો મળ્યો હોવાથી સ્યુસાઈડ નોટ બ્રીજ પર છોડી ગાયબ થઈ ગઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતો બનેલ નર્મદા મૈયા બ્રિજ પર અંકલેશ્વરની સોનલ નામની યુવતી ગુમ થઈ ગઈ હતી. અને બ્રીજ પાસે જ તેનુ પર્સ, ટિફિન, પગરખાં અને એક સુસાઇડ નોટ મળી આવી હતી અને હવે એવી આશંકા સેવાઈ રહી છે કે યુવતી એ આત્મહત્યા કરી લીધી હશે.
આ અંગે સ્થાનીક લોકો ને આ યુવતી નો સામાન બ્રીજ પાસે મળી આવતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો અને પોલીસી તપાસ કરતા બે સ્યુસાઈડ મળી આવી હતી અને તેમાથી જાણવા મળ્યુ હતુ કે તેના પ્રેમી મનોજે તેને જીવવા લાયક નથી છોડી અને મોતની છલાંગ લગાવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ ઘટના ની જાણ પોલીસ ને થતા ની સાથે જ ઘટના સ્થળ પર જઈ ફાયર વિભાગની મદદથી નર્મદા નદીમાં યુવતીની શોધખોળ હાથ ધરી છે, પ્રાથમિક જાણકારી મુજબ સોનલ નામની આ યુવતી અંકલેશ્વરની છે. ભરૂચના મકતમપુરમાં રહેતા મનોજ નામના ઈસમ સાથે તેને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હોય તેવો ઉલ્લેખ કર્યો છે.