ગંભીર અકસ્માતમા છ મિત્રો ના એક સાથે મોત થયા ! પરીક્ષા દેવા નીકળેલા

ઘણી વખત એવી ઘટના ઓ બનતી હોય છે કે આપણુ કાળજું કંપી ઉઠે છે. ત્યારે ફરી વખત એક એવી જ ઘટના બની છે જેમા એક ગંભીર અકસ્માત મા છ લોકો ના મોત નીપજ્યા છે. આ ઘટના રાજસ્થાન ના જયપુર મા બની હતી અને અકસ્માત મા ઘટના સ્થળે જ છ લોકો ના મોત નીપજ્યા હતા અને પાંચ લોકો ને ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર શનિવારે સવારે રાજસ્થાન મા જયપુર ના ચાકુસ અને નોમોડીયા વળાંક પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમા ઈકકો કાર પુર ઝડપે એક ટ્રક ની પાંછળ ઘુસી ગઈ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે ઈકકો કાર ના ફુરચા ઉડી ગયા હતા અને કાર મા સવાર છ લોકો ના મોત નીપજ્યા હતા જયારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સ્થાનીક લોકો એ હોસ્પીટલે ખસેડ્યા હતા.

આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે ઈકકો કાર મા કુલ 11 લોકો સવાર હતા અને તેવો બારા થી સીકર રીટ ની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. જયાં રસ્તા મા તેવો ને આ અકસ્માત નડ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જયારે મૃતદેહો ને પોસ્ટ મોર્ટમ કરવા માટે મોકલી આપ્યા છે.

અકસ્માત નજરે જોનાર લોકો નુ કહેવુ છે કે અકસ્માત ખુબ ભયાનક હતો અને વિદ્યાર્થી ઓ ના પાસે પેન અને કાગળ હતા અને અકસ્માત બાદ બધુ લોહી વાળુ થય ગયુ હતુ જયારે આ ઘટના ની જાણ રાજસ્થાન ના શિક્ષણ મંત્રી ને થઈ ત્યારે તેવો એ tweet કરી મૃતકો ને શ્રધાંજલી પાઠવી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *