Gujarat

ભૂતેશ્વર ગામ નો યુવાન આર્મી ટ્રેનીંગ પુરી કરી ને આવતા આખુ ગામ દેશ ભક્તિ ના રંગે રંગાયુ.

આજ કાલ ના યુવાનો માટે દેશ માટે કાંઈક કરવા ની ભાવના હોય છે અને લાખો ની સંખ્યા મા આર્મી મા જોડાવા માટે તૈયારી ઓ કરતા હોય છે અને ત્યાર બાદ તેમાથી અમુક જ આ નોકરી માટે પાસ થતા હોય છે. એમા પણ પાસ થયેલા જવાનો ની પરીક્ષા કરતા પણ જો કાઈ અઘરુ હોય તો એ ટ્રેનીંગ છે જ્યારે જવાન ટ્રેનીંગ પુર્ણ કરી ને આવે ત્યારે તેનામાં ઉત્સાહ અલગ જ હોય છે.

તાજેતર મા જ ભાવનગર જીલ્લા નો મહુવા તાલુકાનો એક જવાન જ્યારે આર્મી ટ્રેનીંગ પુરી કરી ને આવ્યો ત્યારે ગામ લોકો એ તેનું ભવ્ય સ્વાગત કર્યુ. મહુવા તાલુકા ના ભૂતેશ્વર ગામ ના
આર્મી જવાન શ્રી.કોળી ભાવેશભાઇ બારૈયા આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા તેમના પરિવાર તેમજ ગામ ની દિકરી ઓ એક દેશ ની રક્ષા કાજે ગામ નો વીર મભાઈ જ્યારે આર્મી મા લાગ્યા છે ત્યારે તેમનું ગામ મા સાંમેયું કરેલ તેમજ ગામ ની ભાગોળે આવેલ રામદેવપીરબાપા ના મંદિરે આશીર્વાદ લઈ ને ગામ મા ઢોલ-ડીજે સાથે ગામ મા સામેયું કરવા મા આવ્યું હતું.

આ પ્રસંગે ખાસ સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો ગ્રામજનો તેમજ સામાજિક આગેવાન અશોકભાઈ ભીલ.દીપુભાઇ બારૈયા પ્રેમજીભાઈ સરવૈયા રવજીભાઈ બારૈયા.ભુપતભાઈ ચૌહાણ.ખોડાભાઇ મકવાણા તેમજ.ઓબીસી હક અધીકાર સેના-કલ હમારા યુવા સંગઠનમહુવા ની ટીમ તેમજ વ્યવસ્થા પરીવર્તન પાટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!