Gujarat

મુસ્લિમ યુવતી હિન્દુ યુવાને લગ્ન બાદ પોલીસ સ્ટેશન મા જ હાજર થયા અને યુવતી ના પિતાને પણ….

આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મુસ્લીમ યુવતિ એ એક હિન્દુ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી તેના પરિવારજનો દ્વારા તેણીને તથા તેના પતિને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી હતી.

ખંભાત ની 20 વર્ષીય મુસ્લીમ યુવતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે 17 મી જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા હતા. તેવો ખંભાત ના એક સંવેદનશીલ વિસ્તાર સૈયદવાડા મા રહે છે જેથી તેવો એ પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને સ્વ અને પતિનું રક્ષણ માંગતી લેખિત અરજી પણ કરી હતી.

આ લેખીત અરજી મા પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખસ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદામ સૈયદ ઉર્ફે મારુફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસીફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે અને જો તેને કે તેના પતિને કાંઈ થશે તો તેની જવાબદારી આ લોકોની રહેશે, એમ પણ તેણ જણાવ્યું હતુ.

ત્યાર બાદ તેવો સૈયદવાડા છોડી ને કોઈ અન્ય સ્થળે આશરો લીધો હતો પરંતુ આ દંપતિ અચાનક મહેમદાવાદ પોલીસ સ્ટેશને હાજર થતા ચકચાર મચી હતી. ​​​​​​​​​​​​​​આ અંગે મહેમદાવાદ પી.આઈ.એન.ડી.નકુમે જણાવ્યું હતું કે ખંભાત લગ્ન પ્રકરણના બન્ને યુવક યુવતી મહેમદાવાદ પોલીસ સ્ટેશને હાજર થયા હતા. પોતે ઉંમર અને સમજ પ્રમાણે પુખ્ત હોઈ પોતાના જીવનના મહત્વના તમામ નિર્ણય લેવા પોતે સ્વતંત્ર હોવાનું જણાવ્યું હતું. ખંભાત પોલીસ અને યુવતીના માતા પિતાને જાણ કરી અહીં બોલાવ્યા હતા. છોકરીને પિતાએ વાત કરતા યુવતીએ તેના હિન્દૂ પતિને ત્યાંજ રહેવાનો નિર્ણય જણાવ્યો હતો. ખંભાત પોલીસે પણ કાયદેસર બન્ને ના નિવેદન નોંધ્યા છે. જેની વીડિયોગ્રાફી કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!