મેઘરાજા ની તોફાની બેટિંગ 2 કલાક મા 8.46 ઈંચ વરસાદ પડ્યો
ગુજરાત ના અનેક જીલ્લા મા છેલ્લા 24 કલાંક મા વરસાદ વરસ્યો છે અને હવામાન વિભાગ દ્વારા વલસાડ મા અતી ભારે વરસાદ ની આગાહી કરવામા આવી હતી. ત્યારે આજે રવીવારે સવારે વરસાદ નુ જોરદાર આગમન થયુ હતુ. ખાસ કરીએ વલસાડ ના ઉમરગામ મા સવારે 6 થી 8 વાગ્યા મા 8.46 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વલસાડ મા મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.
છેલ્લા 2 કલાકના વલસાડ જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો. ઉમરગામમાં 8.46 ઇંચ , કપરાડા 1.42 ઇંચ, ધરમપુર 3 ઇંચ, પારડી 1.46 ઇંચ, વલસાડ 4.30 ઈંચ,વાપી 6.30 ઈંચ વરસાદ વરસ્યો હતો જેના લીધે લોકો ના ઘરમા અને ઠેર ઠેર પાણી ભરાયા હતા.
સૌથી વધુ વરસાદ ઉમરગામ મા પડ્યો હતો જેના લીધે. જયા લાંબા સમય બાદ વરસાદ નુ આગમન થતા ખેડુતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો આ ઉપરાંત વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડીગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અના દક્ષીણ ગુજરાત મા વરસાદ ની આગાહી કરવામા આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.