રણછોડભાઈ પગીની વિરતા હવે ફિલ્મ મા ચમકશે..

હાલ જ એક અઠવાડીયા પહેલા બોલીવુડ મુવી ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડીયા નુ ટ્રેલર રીલીઝ થયુ છે. જેમાં અજય દેવગણ, સંજય દત્ત, શરદ કેલકર, નોરા ફેતહી, સોનાક્ષી સિન્હા જેવા સ્ટાર જોવા મળશે આ ફિલ્મ ફિલ્મમાં સંજય દત્ત જેમનું પાત્ર ભજવવાના છે અને જેમનો રોલ કરવાના છે તે રિયલ હિરો તો બનાસકાંઠાના વાવ તાલુકાના લિંબાળા ગામના વતની રણછોડભાઇ સવાભાઇ રબારી (પગી) છે. તેવુ કહેવામાં આવી રહ્યુ છે.

અને આ ફિલ્મ 1971 મા થયેલા યુ-ધ્ધ ની લડતો ને ભુજ મા જે લડત થયેલી તેના આધારીત છે. જેમાં સંજય દત્ત જેનો રોલ કરવાના છે તે રણછોડભાઈ રબારી ની બહાદુરી પણ આ ફિલ્મ મા બતાવશે. રણછોડભાઈ ની વાત કરીએ તો
રણછોડભાઇ રબારી(પગી)નો જન્મ 1901માં પાકિસ્તાનના થરપારકરમાં થયો હતો. તેઓ ભારત પાકિસ્તાનના ભાગલા બાદ બનાસકાંઠાના વાવ તાલુકાના લિંબાળા (મોસાળ)માં સ્થાયી થયા હતા. તેઓ બનાસકાંઠા પોલીસ માટે એક પગી રૂપે કાર્યરત હતા. તેઓએ 1965 અને 1971માં થયેલા યુ-દ્ધના વિજયમાં મહત્વપુર્ણ ભાગ ભજવ્યો હતો. ભારત-પાકિસ્તા-નના 1965ના યુ-દ્ધ પહેલા પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામો કબ્જે કરી લીધા હતા.

રણછોડ પગીએ આ વિસ્તારોની મુલાકાત લઇને ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને ઘણી મહત્વની મદદ કરી હતી. તેમના પ્રયત્નોના કારણે 1965 અને 1971 ના યુ-દ્ધો દરમિયાન હજારો સૈનિકોનો બચાવ થયો હતો. ભારતના સીમા સુરક્ષા બળે (બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીને નામ આપ્યું છે. તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

રણછોડદાસ રબારી(પગી) ફક્ત પગલાના નિશાન દ્વારા વ્યક્તિના વજન, ઊંચાઈ, તેને કેટલો ભાર ઊંચક્યો હશે અને તેને કોઈ જગ્યાએ વિશ્રામ પણ કર્યો છે કે નઇ તે પણ જાણી લેતા હતા. તેમણે પોતાના જ્ઞાનથી પાકિસ્તા-નનાં 1200 જેટલા છુપાયેલા સૈનિકોનો પતો લગાવીને ભારતીય સેનાને મહત્વની જાણકારી આપી હતી.

1971ના યુ-ધ્ધમાં  રણછોડભાઈ પગીએ તો કમાલ કરી દીધી. ૧૯૭૧ના યુદ્ધમાં રણછોડભાઈ ‘પગી’ એ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી. જેથી ભારતીય સૈનિકોએ ધોરા ઉપર કૂચ કરી આક્રમણ કરી દીધુ. આવા અનેક કિસ્સા ઓ રણછોડ ભાઈ પગી ના છે અને ભારતીય સેના માટે અનેક વાર ઉપયોગી સાબીત થયા છે. હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રબારી રણછોડભાઈ પગીને કેટલાય સંન્માન અને તેની પાસે બે-ત્રણ મેડલ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *