India

એક ચિપ્સ વેંચીને 16 વર્ષની યુવતીને 11 લાખ રૂપિયા થી વધુ કિંમત મળી રહી છે..

હેરા ફેરી ફિલ્મ આપણે સૌ કોઈ જોયું છે જેમાં એક મસ્ત ડાયલોગ છે જેને દરેક લોકો પોતાના જીવનમાં સાર્થક બનાવવા માંગે છે. કહેવાય છે ને કે, ઉપર વાળો જ્યારે પણ કંઈક આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. હા આમ પણ કેહવાય છે ને કે ભગવાન ને ત્યાં દેર છે પણ અંધેર નથી. ખરેખર હાલમાં જ એક છોકરી રાતો રાત લખપતિ બની ગઈ.

વાત જાણે એમ છે કે,રેલી સ્ટુઆર્ટ નામની 13 વર્ષીય કિશોરી Doritos (ડોર્ટિસ) ચિપ્સ ખાય રહી હતી અને તે પેકેટ  માંથી એક ચિપ્સ તેને યુનિક જણાતા તેણે હરાજી કરવાનો વિચાર આવ્યો. હરાજીમાં ચિપ્સ 11 લાખ સુધી બોલી બોલાઈ અને હજુ બોલી ચાલુ છે ત્યારે જોવાનું રહ્યું કે આ કેટલા કિંમતની વેંચાઈ શકે છે.

સામાન્ય રીતે આ ચિપ્સ ચપટી આવે છે પરંતુ અચાનક તેને પેકેટમાં એક પફી અર્થાત ફૂલેલી ચિપ દેખાઈ. આ ચિપ તેને એટલી યુનિક લાગી કે તેણે ચિપની હરાજી કરવાનો વિચાર આવ્યો. આ ચિપ વિશે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું.આ વીડિયો એટલો વાઈરલ થયો કે 29 લાખ યુઝરે તેને જોયો અને અનેકો કમેન્ટ્સનો ઢગલો થયો. યુઝરની કમેન્ટ પરથી રેલીને વિચાર આવ્યો કે તેણે ચિપ વેચવી જોઈએ.

રેલીએ eBay પર ઓનલાઈન હરાજીમાં એક ચિપની $0.99 (આશરે 73 રૂપિયા) મૂકી. એક જ કલાકમાં ચિપની કિંમત $10,000 (આશરે 7.47 લાખ) રૂપિયા સુધી પહોંચી ગઈ. ઓનલાઈન હરાજીમાં આ એક ચિપ માટે આજની બોલી $20,300 (આશરે 11 લાખ રૂપિયા) બોલાઈ છે. આ ઘટના પરથી તેના પપ્પાને લાલચ જાગી કહ્યું કે આ પૈસા મને મળવા જોઈએ કારણ કે ચિપ્સનું પેકેટ હું લઈ આવ્યો પરતું છોકરીની ઈચ્છા એમ છે કે આ પૈસા તેને મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!