રાજકોટ ના અગ્રણી ઉદ્યોગપતિ નુ સાયકલીંગ કરતી વેળાએ કાર અડફેટે આવી જતા કરુણ મોત નિપજ્યું, કાર ચાલક…

દિવસે દિવસે સાયકલીંગ કરતા લોકો ની સંખ્યા મા વધારો થતો જાય છે. અને સાયકલીંગ પર્યાવરણ માટે પણ ખુબ ઉપયોગી છે. આવા જ એક રાજકોટ ના સાયકલીંગ પ્રેમી નુ કાર અડફેટે આવી જતા કમકમાટી ભર્યુ મોત થયુ છે. જ્યારે આ ઘટના બની ત્યારે નજરે જોનારા લોકોના મતે તો કાર ચાલક 100થી વધુની સ્પીડમાં બીઆરટીએસ ટ્રેકમાં ધસી આવતા અકસ્માત થયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર રાજ કુલિંગ સીસ્ટમ ના માલિક અગ્રણી ઉદ્યોગપતિ એવા વિજય ભાઈ સોરઠીયાને કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. વિજય સોરઠીયા રોજ વહેલી સવારે 150 ફુટ રીંગરોડ પર સાયકલીંગ કરવા જતા હતા. બીઆરટીએસ ટ્રેકમાં સાઈકલિંગ કરી રહ્યા હતા ત્યારે ઓવર સ્પીડે આવેલી કારે વિજયભાઈ ને ટક્કર મારતા વિજયભાઈ ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી.

અને ઘટના સ્થળે જ તેમનુ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. અકસ્માત બાદ કાર ચાલક કાર ભુકી ને ભાગી ગયો હતો અને પોલીસે ને ઘટના ની જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી.

ગુજરાત રાજ્ય મા સાયકલીંગ કલ્ચર વધતુ જાય છે અને રાજ્ય ના ટોપ ટેન સાયકલીંગ કલ્ચર મા રાજકોટ નુ નામ છે અને અંદાજે રોજ 8-10 લોકો સાયકલીંગ કરે છે. ત્યારે અગ્રણી ઉદ્યોગપતિ અને એક સાયકલીંગ કલ્ચર નુ આ રીતે નિધન થતા સાયકલીંગ પ્રેમી ઓ મા દુખ ની લાગણી ફેલાઈ હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *