રોજ એક ચમચી તજના પાવડરનું સેવન કરવાથી સૌથી કઠિન સમસ્યા માંથી રાહત મળશે.
આપણા ભારતમાં મસાલાઓનું વધુ ઉત્પાદન થાય અને આજ કારણે તો અંગ્રેજો આપણા ભારતમાં વ્યાપાર કરવા આવેલા. આપણા મસાલાઓ આપણું રોજિંદા જમવાનું સ્વાદિષ્ટ બનાવે છે અને સાથો સાથ સ્વાસ્થ્યવર્ધક હોવાથી ખૂબ જ ફાયદા કારક છે. આજે આપણે રસોડામાં વપરાશમાં લેવાતા મસાલા વિશે જાણીશું કારણ કે આ અનેક બીમારીમાં ઉપયોગી ચછે.જો તમે મેદસ્વીતાથી પરેશાન છો અને દરેક પ્રકારની એક્સર્સાઈઝ, જિમ ટ્રેનિંગ કર્યા પછી પણ ખાસ ફાયદો નથી થતો તો તમારા કિચનમાં જ છુપાયેલું છે તમારી સમસ્યાનું સમાધાન છે તજ.
ભારતમાં લગભગ દરેક ઘરમાં સામાન્યપણે તજ મળી જ રહેશે. સ્વાસ્થ્ય માટે તજ ઘણું ફાયદાકારક છે. રોજ લગભગ 3 ગ્રામ તજ પાઉડરનું સેવન કરવાથી વજન તો ઘટશે જ, સાથે મેટાબોલિઝમને લગતી બીમારીઓ પણ કંટ્રોલમાં રહેશે. ભારતીયો પર કરવામાં આવેલું આ પહેલું રિસર્ચ છે જેને ઈન્ટરનેશનલ જર્નલ લિપિડ્સ ઈન હેલ્થ એન્ડ ડિસિઝમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે.
જે લોકોએ 16 અઠવાડિયા સુધી રોજ 3 ગ્રામ તજના પાવડરનું સેવન કર્યું તેમનું સરેરાશ 4 કિલો વજન ઉતર્યું. જે લોકોએ તજ પાવડરનું સેવન નથી કર્યું તેમનું વજન 1 કિલો જ ઘટ્યું છે. ડાયટમાં બદલાવની સાથે ટ્રાયલમાં શામેલ લોકો પાસે રોજ 45 મિનિટ બ્રિસ્ક વૉક પણ કરાવવામાં આવ્યું. રીસર્ચર્સનું કહેવું છે કે, ડાયટમાં તજ પાવડર શામેલ કરવાની સાથે એક્સર્સાઈઝ કરવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી