લગ્ન કર્યા હતા મનીષા સાથે અને નિકળ્યો મનીષઃ અને પછી થઈ જોવા જેવી…

આપણા વડવાઓ કહેતા કે, જોયા જાણ્યા વગર લગ્ન ક્યારેય ન કરવા. જે વ્યક્તિ સાથે આપ 7 જન્મના બંધનમાં બંધાવ છો તેનું બેકગ્રાઉન્ડ પણ સારી રીતે પહેલા જાણી લેવું જોઈએ. કેટલાય લોકો એવું કરે તો છે પરંતુ એક સમસ્યા છે. હવે મધ્યપ્રદેશના શિવપુરીનો જ મામલો સામે આવ્યો છે. અહીંયા એક યુવક એ વાતથી દુઃખી છે કે તેના સાસરી વાળાએ તેને છેતરીને એક કિન્નર સાથે લગ્ન કરાવી દિધા. હવે પીડિત યુવક મદદ માંગવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

આ આખો મામલો શિવપુરીના ભાવખેડી ગામનો છે. અહીંયા 23 વર્ષીય પંખી જાટવ પોતાની કિન્નર પત્નીની ફરિયાદ લઈને એસપી કાર્યાલય પહોંચ્યો. તેણે પોલીસને જણાવ્યું કે, 16 જૂન 2019ના રોજ મારા લગ્ન મનિષા નામની છોકરી સાથે થયા હતા. સુહાગરાતના સમયે મને ખબર પડી કે આ છોકરી નથી પરંતુ કિન્નર છે. આ વાતથી પરેશાન થઈને તેણે પોતાના સસરાને ફોન કર્યો અને કહ્યું કે, હું મનિષાને મારી સાથે નહી રાખી શકું.

મનીષે બીજા દિવસે આ ઘટના પોતાના મોટા ભાઈ ફૂલસિંહ અને બહેન સરોજને જણાવી. તેઓ મનીષાને તપાસ માટે હોસ્પિટલ ળઈ ગયા. આરોપ અનુસાર મેડિકલ ટેસ્ટમાં પણ એ વાત સાબિત થઈ કે મનીષા એક કિન્નર છે. બાદમાં પતિએ મનીષાને પિયર મોકલી દિધી. આ પ્રકારે બે વર્ષ વિતી ગયા. હવે પંખીનો આરોપ છે કે, તેની પત્ની મનિષા તેને ફરી સતાવી રહી છે. સાસરી વાળા પણ મનીષાને પાછી લઈ જવા દબાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, મનીષાને સાથે રાખો અથવા તો ભરણ-પોષણ આપો.

પંખીનો એપણ આરોપ છે કે, તેના સાસરી વાળાઓએ તેને ભંગાવી નાંખવાની પણ ધમકી આપી છે. બસ આ જ કારમ છે કે તે પોતાનો જીવ બચાવવા માટે એસપી કાર્યાલયમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યો. પંખીની સ્ટોરી સાંભળીને પોલીસ પર હેરાન છે. જો કે, પંખી પત્ની મનિષા કિન્નર હોવાના પુરાવા પોલીસને ન આપી શક્યો. એટલે પોલીસે તેને કુટુંબ ન્યાયાલય જવાની સલાહ આપી. જો કે, મનીષાએ પહેલા જ પોલીસમાં પંખી વિરુદ્ધ સાથે રાખવા અથવા ભરણ-પોષણ આપવાની ફરિયાદ કરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *