Gujarat

સુરતના પરિવારે પોતાના વ્હાલા દીકરાનાં મુત્યુનું દુઃખ ભૂલીને તેના અંગોનું દાન કરી પાંચ બાળકોને જીવન દાન આપ્યું.

સુરતના ઓઝા પરિવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખરેખર આ પરિવારે પોતાના હૃદય ઉપર પ્થથર રાખીને નહિ પરંતુ હસતા મુખે પોતના એક ના એક દીકરાના મુત્યુ બાદ તેના અંગોનું દાન આપીને જગતને એ કહી બતાવ્યું છે કે, આજે અમારો દીકરો ઈશ્વરે ભલે છીનવી લીધો પરંતુ તેના અંગો થકી અનેક માતા-પિતાઓને તેમના સંતાનોનું નવ જીવન મળશે. બાળકના હ્દય, ફેફસાં, કિડની, લીવર અને આંખોનું દાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડ્યું છે.

પરિવારે વ્હાલસોયાંના મૃત્યુની પીડાનું વિષ પોતાના ગળામાં ઊતારી અન્ય બાળકોમાં તેના અંગોનું અમૃત વહેંચી દીધું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,9મી ડિસેમ્બરના રોજ 2020ના રોજ સુરતની અમૃતા હોસ્પિટલમાં ખસેડાયેલા અઢી વર્ષના જશ ઓઝાને 14મી ડિસેમ્બરે ડોકટરોની ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યો ત્યારે તેના માતા પિતાનું સર્વસ્વ તેમના દીકરા સાથે વહાળ્યુ ગયું અને આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. અઢી વર્ષના બાળક જશનું મહાપ્રયાણ ખૂબ આકરું હતું…પચાવી ન શકાય તેવું…કેમકે જશનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું પણ તેનું નાનકડું દિલ ધબકતું હતું. ફેફસાં શ્વાસ લેતા હતાં. તે

તબીબોની ટીમ દ્વારા તેઓનો બાબુ બ્રેઈનડેડ જાહેર થઈ ચૂક્યો હતો અને 24 કલાકમાં તેના અંગદાન અંગેનો નિર્ણય લેવામાં આવે તો અનેક બાળકોની જિંદગી બચી શકે તેમ હતી. માત્ર ભારતમાં જ નહિં સાત સમંદર પારના કેટલાક બાળકો પણ જીવનદાનની રાહ જોતા હતા.આ સમયે જશના માતા-પિતા સંજીવ ઓઝા અને અર્ચના ઓઝાએ જે નિર્ણય કર્યો. કુદરતે તેમના એક બાળકને છિનવ્યું અને પરંતુ તેમને પોતાના બાળકના શરીરના નાજૂક અંગોને અલગ-અલગ બાળકોમાં વહેંચવાનો નિર્ણય કરવો તે કોઈ સામાન્ય માનવીના ગજાની વાત નથી. ધન્ય છે આ માતા પિતાને!

બાળકના નાજૂક દેહમાંથી માનવતાની એવી તો જ્યોત પ્રગટી કે પાંચ માસૂમોની જિંદગીઓમાં ફેલાયેલું તમસ કાયમી ઉજાસમાં ફેરવાઈ ગયું. જાણે ઈશ્વર બાળકોને જિંદગીઓની લ્હાણી કરવા બેઠો હોય તેમ જશના માતા-પિતાએ પોતાના બ્રેઈનડેડ બાળકનું હ્દય, ફેફસાં, કિડની, લિવર અલગ-અલગ બાળકોને સોંપી દીધા, તેઓને નવજીવન આપવા. ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હ્દય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવાની આ સૌ પ્રથમ ઘટના છે. તેના યશના સહભાગી મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, એરપોર્ટ ઓથોરિટી અને ડોનેટ લાઈફની ટીમની અથાગ મહેનત પણ છે.

ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રશિયા અને યુક્રેનની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોમાં જશનું હ્દય અને ફેફસાંનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જ્યારે નાનકડા જશની એક કિડનીને સુરેન્દ્રનગરની 13 વર્ષની બાળકીમાં અને બીજી કિડનીને સુરતની 17 વર્ષની યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. જશનાં લિવરનું પણ દાન થયું. જેના થકી ભાવનગરની 2 વર્ષની બાળકીને નવું જીવન મળ્યું. જશની બંને આંખો સુરતની ચક્ષુબેંકને દાનમાં આપી દેવામાં આવી.ખરેખર આ સદ્કાર્ય સૌ માટે પ્રેરણા દાયક છે.જીવનમાં ભગવાન તેમના પર બહુ મોટું દુઃખ આપ્યું પરંતુ આ દુઃખ અનેકના જીવનમાં સુખ બનીને છલકાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!