Gujarat

વાહન ચાલકો સાવધાન ! જાણી લો આ નવો નિયમ નકર મોટો દંડ ભરવો પડશે….

અમદાવાદ: સામાન્ય રીતે ટ્રાફીક પોલીસ રોકે ત્યારે નાનીમોટી બબાલ અને લાગવાગ કરવાના પ્રયત્નો થતા હોય છે પરંતુ આજ થી ટ્રાફીક પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને પ્રેસ અને પોલીસ લોગો અને અન્ય પ્રકાર ના લોગો ગાડી પર લગાવેલા નહી ચાલે આ માટે ની કડક કાર્યવાહી ચાલુ કરતા જ સોમવારે 50થી વધુ પોલીસ કર્મચારી ઓ ને દંડ થયો હતો.

હવે અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર હવે વાહનોમાં મન પડે તેવા ચિત્રો, ચિહ્નો નહીં ચાલે. ખૂદ પોલીસ કર્મચારીઓ ડાર્ક ગ્લાસ લગાવેલી કારમાં આગળ પોલીસના પાટિયાં લગાવીને મન પડે તેમ ફરતાં હોય ત્યારે ટ્રાફિક પોલીસે કમિશનર કચેરી, હેડ કવાર્ટર અને ડીસીપી કચેરીઓની બહાર સવારે 10થી 12 તેમજ સાંજે 4થી 6-30 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસની ટીમ ઉભી રાખી દેવામાં આવી હતી.

પોલીસ હેડ ક્વાર્ટર મા રહેતા પોલીસ કર્મચારીઓ જયારે સવારે ગાડી લઈને બહાર આવ્યા ત્યારે હેલ્મેટ નહોતું પહેર્યું તમને 1000 રુપીયા નો દંડ કરવામા આવ્યો હતો.

આ અંગે ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આવનારાં દિવસોમાં સમગ્ર શહેરમાં વાહનો ઉપર જી.ઓ.જી. – ગવર્નમેન્ટ ઓફ ગોડ, એન્ટીકરપ્શન, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ, પોલીસ કે પછી કોઈપણ પ્રકારની કમિટીઓના નામ અથવા તો સંસ્થાના હોદ્દેદાર કે પ્રેસના સ્ટીકર લગાવીને નીકળતાં વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!