સબ ઇન્સ્પેક્ટર પિતાએ પોતાની ડીએસપી દીકરી સેલ્યુટ કર્યું ! પિતાના ખુશીના આંસુ છલકાયા

દરેક પિતાનું સપનું હોય છે કે, તેની દીકરી તેમનું માન, સન્માન અને ગૌરવ હોય છે, એક દીકરી પિતાનો કાળજાનો કટકો હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જેમ એક માને પોતાનો દીકરો વ્હાલો હોય છે, એમ દરેક પિતા માટે એક દીકરી તેને સૌથી વધુ વ્હાલી હોય છે. આપણે આજે એક એવા પિતા અને દીકરીની અસ્મરણીય ઘટના , જે કોઈ પણ બાપના કે વ્યક્તિની આંખ અને હ્દયમાં અનોખી જગ્યા બનાવી લેશે. એક પિતાને દિકરી સેલ્યુટ કરે તો એમાં કોઈને નવાઈ નહીં લાગે પરતું જો એક પિતા પોતાની દીકરીને સેલ્યુટ કરે તો?

હાલમાં એક બાપ દીકરી વચ્ચે એવી ઘટના ઘટી જેના લીધે સૌ કોઈની આંખમાં આંસુઓ આવી ગયાં!વાત જાણે એમ છે કે, સોશિયલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં એક પિતા પોતાની દીકરીને ઓન ડ્યુટી જોતા જ સલામ કરે અને વાત નવાઈની છે કે, આ બંને બાપ દીકરી પોલીસ અધિકારી છે. આ ઘટના ઘટી છે,આંધ્ર પ્રદેશ શહેરમાં અને આજે સૌ કોઈ માટે આ પ્રેરણા દાયક અને દિલને ટચ કરે તેવી ઘટના છે.

આંધ્ર પ્રદેશ રાજ્ય પોલીસ ડ્યૂટી મીટ ‘ઈગ્નાઈટ’માં ભાગ લેવા માટે પિતા પુત્રી તિરુપતિ પહોંચ્યા હતા અને આ દરમિયાન પોલીસમાં સર્કિલ હોસ્પિટલ પદ પર તૈનાત શ્યામ સુંદરે જ્યારે પોતાની દીકરીને  ઓન ડ્યૂટી જોઇ તો એમને સલામ કરે છે અને આ દ્રશ્ય જોઈને ખરેખર દરેક લોકો ચોંકી જાય છે અને બધાંની આંખમાં આંસુઓ આવી જાય છે, આ દ્રશ્ય કરુણદાયક હતું. આંધ્ર પ્રદેશ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેન્ડલથી આ તસવીરો શેર કરી. જે ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો વખાણ કરી રહ્યા છે.

એક પિતા પોતાનો સંબંધને ભૂલીને પહેલા પોતાની જવાબદરી અને ફરજ નિષ્ઠાપૂર્વક તેમણે પોતાના મેડમને જોતા જ સેલ્યુટ કર્યું. જેસી પ્રશાંતિ 2018 બેચના અધિકારી છે અને હાલ ગુંટૂર જિલ્લામાં ડીએસપી પદે તૈનાત છે. તેમના પિતા સુંદરે 1996માં પોલીસ વિભાગમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે જોઈન કર્યું હતું. હાલ તેઓ સર્કિલ હોસ્પિટલ છે અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર (પીટીસી)માં તૈનાત છે.

ખરેખર આજે એક પિતા પણ ગર્વ અનુભવે છે કે, તેની દીકરી આજે તેમના થી વધુ ઊંચા પદે છે અને તેમના સપનાઓને સાકાર કર્યા છે, આવું આપણે માત્ર ફિલ્મોના જોઈએ છે. આ ખરેખર હકીકત છે, જ્યાં આપણી આંખો પણ ભીની થઇ જાય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *