Gujarat

વિધાતાની નિર્દયતા! પરિવારનાં ત્રણ સભ્યોની અર્થી એક સાથે ઉઠતા, ગ્રામજનોની આંખમાંથી આંસુઓ છલકાયા…

હાલમાં જ્યાં જુઓ ત્યાં અનેક મૃત્યુના બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક જ પરિવાર ત્રણ સભ્યોનું નિધન થતા શોકમય વાતાવરણ છવાઈ ગયેલું.ખરેખર દરેક આ ઘટના તમારા હ્દયને કંપી ઉઠાવશે. આ સમગ્ર ઘટના કંઈ રીતે બની એ જાણીએ. આ બનાવ અમદાવાદનાં બોપલ વિસ્તારનો છે, જ્યા ભૂગર્ભ ગટરની કામગીરી માટે અંદર ઉતરેલા બે સગા ભાઈઓ અને તેના કાકાનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું.

આવી જ રિતે અનેક બનાવ બનેલા છે, જેમાં કામગીરી માટે ગયા હોય અને મુત્યુ થયું હોય. આ બંને ભાઈઓ પણ કામ કરવા માટે ગયેલા હતા પરંતુ મુત્યુ નિપજતા પરિવારમાં દુઃખ નાં ડુંગરા પડ્યા હતા. શ્રમિકો દાહોદ જિલ્લાના વાંદરિયા ગામના રહેવાસી હોય આજે તેઓના વતનમાં અંતિમયાત્રા નીકળતાં ગામના લોકોની આંખોમાંથી આંસુઓ ઓછેરા ન થયા.

સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું. દાહોદ તાલુકાના વાંદરીયા ગામના નીશાળ હોળી ફળીયા ના રેહવાસી કામદારો પરિવાર સાથે યોગી કન્ટ્રકશનમાં કામ કરતા હતા. ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમાં કચરો ભરાઈ ગયો હતો. જેથી એક મજૂર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે મજૂર અંદર બેભાન થયો હતો. બે ભાઈઓ એને બચાવવા ગેયલા અને એમનું મુત્યુ થયું.

મજૂરોને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી. ફાયરના જવાનોએ ગટર પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.જયારે ત્રીજો શ્રમિક પણ મોતને ભેટ્યા. ભગવાન  ત્રણેયની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!