Gujarat

સરહાનીય કાર્ય બદલ વંદન. મોડાસાના ASI અધિકારી કોરોના સામે જંગ હાર્યા લોકો ભાવપૂર્ણ શ્રધાંજલિ પાઠવી! તેમનું જીવન સેવામાં…

કોરોનાકાળ દરમિયાન કોરોનાં વોરિયર્સ પોતાના પરિવારજનો થી દુર રહીને પણ કોરોના સામે જંગ લડી છે, ત્યારે આ લડત દરમિયાન અનેક વોરિયર્સ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ બીજી વેવમાં કોરોના રોદ્ર સ્વરૂપ ધારણ કરીને સૌ કોઈ લોકોને ચિંતામાં મૂકી દીધા છે, હજુ તો 3 વેવના એંધાણ આવી રહ્યા છે. આ પેહલાં હાલમાં અનેક લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આપણે સોશિયલ મીડિયામાં અનેક સરહાનીય કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, ત્યારે ચાલો જાણીએ કે હાલમાં એક પોલીસ અધિકારી કોરોના લીધે પોતાનો જીવ ગુમાવ્યો.

વાત જાણે એમ છે કે, અરવલ્લી જિલ્લામાં કૉરોન મોડાસા ટાઉન પૉલિસ મથકે CPI શાખામાં ASI તરીકે ફરજ બજાવતા કિરિટસિંહ કુંપાવત નું નિધન થતા શોકમય વાતાવરણ છવાઈ ગયું. પોલિશ ટાઉન મથકે પીઆઇ જે. પી. ભરવાડ સહિત તમામ કરામચારીઓએ બે મિનિટનું મૌન પાડી કિરિટસિંહ કુંપાવતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કિરિટસિંહ વર્ષ 1990માં પોલીસ ભર્તી પાસ કરી પોલિસમાં જોડાયા હતા. તેમનું પ્રથમ પૉસ્ટિંગ મેઘરજ હતું અને ત્યારબાદ તબક્કાવાર મોડાસા ગ્રામ્ય, ટાઉન, શામળાજી, હિંતનગર, ગાંભોઇ સહિતના પૉલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. મોડાસા ટાઉન પૉલિસ મથકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત હતા અને તેઓ નવા પોલીસ અધિકારીઓના માર્ગદર્શક અને પ્રેરણાદાયી છે.

ટાઉન પૉલિસ મથકે ASI તરીકે કાર્યરત કિરિટસિંહના માથે મોટી જવાબદારી હોય તો પણ સરળતાથી તેને પાર પાડતા હતા. પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીનો બંદોબસ્ત હોય તો પણ સરળતાથી અને અનુભવના આધારે તેઓ આવા જટિલ કામને પાર પાડતા હતા. મોટા બંદોબસ્તમાં નોકરી વહેંચણીની કામગીરી નિષ્ઠાથી નિભાવતા હતા અને સેવાભાવી જીવન સદાય યાદ રહેશે.

જિલ્લામાં ફુલ 168 પૉલિસ કર્મચારીઓ કૉરોના સંક્રમિત
અરવલ્લી જિલ્લામાં કૉરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું ત્યારે વર્ષ 2020માં લાગુ થયેલા લૉક ડાઉનથી પોલીસ કર્મચારીઓ કરોના વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!