સવજી ધોળકીયા હોકી ખેલાડીઓ ને સુરત બોલાવી આટલી રકમ આપશે…

સુરતના મહાન દાનવીર કર્ણ સમાન સવજીભાઇ ધોળકિયા વિશે આપણે સૌ કોઈ જાણીએ છે. હાલમાં જ તેઓ એ વુમન હોકી ટીમ જો ગોલ્ડ મેડલ જિતને આવે તો તેમના 11 લાખ કિંમતના ઘર તેમજ કાર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે સવજીભાઓ ફરી એકવાર જાહેરાત કરી છે અને મહિલા ટીમ ભલે હારી ગઈ હોય પરંતુ છતાં તેમને રૂપિયા આપવામાં આવશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતીય હોકી ટીમના દરેક ખેલાડીને સૌનું દિલ જીતી લીધું છે, ત્યારે સવજીભાઈ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પુરુ પાડવા માટે હરેકૃષ્ણ ગ્રુપના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ અઢી લાખ રૂપિયા પુરસ્કાર આપશે.

મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને 4-3થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે કઠિન મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું અને બીજા ક્વાર્ટરમાં 3-2ની લીડ મેળવી હતી. જોકે ટીમ આ લીડ જાળવી શકી ન હતી અને બ્રિટને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 15 મિનિટની અંદર 2 ગોલ કરીને મેચ 4-3થી જીતી લીધી. આ અગાઉ ટીમે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પણ હરાવી હતી.

ટીમ ઈન્ડિયાએ આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ વખત સેમીફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રછી દીધો હતો. ટીમ આ પહેલા માત્ર 2 વખત ઓલિમ્પિક રમી ચૂકી છે. 1980 માં, ટીમ ટોપ -4 માં પહોંચી હતી પરતું આખરે મેડલ મેળવવાનું સપનું રોડાઈ ગયું હતું અને જ્યારે મહિલાઓએ મોદીજી સાથે વાત ચીત કરી હતી ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. હવે તમામ દીકરીઓ ભલે મેડલ ન જીતી આવી પરતું દેશના લોકોનું દિલ જીતી લીધુ છે અને સવજીભાઈ નાં સરહાનીય કાર્ય થી વખાણ કરી રહ્યા છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *