સામાન્ય પગાર ધરાવતા સરપંચ ના ઘરે રેડ કરી તો આટલા કરોડોની સંપતિ મળી ! બંગલો જોઈ અધિકારી ઓ પણ ચોકી ગયા

આપણા ભારત દેશ ની એચ વાસ્તવિકતા છે કે અનેક એવા રાજકારણીઓ અને અધિકારીનો છે જે કરોડો નો ભ્રષ્ટાચાર આચરે છે પછી ભલે તે નાના પદ પર કેમ ના હોય ?? આ માટે આપણા દેશ મા કાયદો પણ છે અને તેમના પર બેનામી સંપતિ ની રેડ પણ કરવામા આવે છે. મધ્ય પ્રદેશ ના રીવા જીલ્લા મા મંગળવારે એક લેડી સરપંચ ના ઘરે LOKAYUKT RAID દ્વારા રેડ કરવામા આવી હતી. જ્યારે અધિકારીઓ એ બંગલો જોયો ત્યારે તેવો ચોકી ગયા હતા.

મધ્ય પ્રદેશ રાજ્ય ના રિવા જીલ્લા ના બૈજનાથ ગામ પંચાયત ના મહીલા સરપંચ સુધા જીતેન્દ્રસિંહ ના ઘરે લોકાયુક્ત દ્વારા મંગળવારે એક રેડ કરવામા આવી હતી જ્યારે જેમાં જેટલી સંપતિ સામે આવી એ જોઈ ને સૌ કોઈ હેરાન રહી ગયા છે. મહિલા સરપંચ 2015 સરપંચ બની હતી હાલ મહીલા સરપંચ પાસે જે બંગલો છે જેની કીંમત 2 કરોડ આંકવામાં આવી છે. આ ઉપરાંત બંગલા મા સ્વિમિંગ અને અનેક સવલતો હાજર છે.

આ રેડ દરમ્યાન સરપંચ ના ઘરે થી 12 કરોડ વધુ ની સંપતિ મળી છે. જેમાં બે ક્રશર મશીન, એક મિક્સર મશીન, એક ઈંટ મશીન અને 30 મોટા વાહનો જેમાં ચેઈન માઉન્ટ, જેસીબી, હિવા, લોડર, ટ્રેક્ટર, ઈનોવા, સ્કોર્પિયો, ઈંટ મશીન વગેરે (જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા) મળી આવી હતી. આ ઉપરાંત 20 લાખ રુપિયા ના સોના ચાંદી ના ઘરેણા, 12 લાખ ની જીવન વિમા પોલીસી અને બેંકમા 36 જમીન ના દસ્તાવેજ પણ મળ્યા છે એક કુલ 12 કરોડ ની સંપતિ મળી છે અને લોકાયુક્ત ના એ.પી ના જણાવ્યા અનુસાર સરપંચ ની ચાર જગ્યાઓ પર તપાસ ચાલુ છે.

સરપંચનો પતિ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. પતિ -પત્ની બંને સાથે મળીને સરકારી યોજનાઓનો ભરપૂર લાભ લઈ રહ્યા હતા. લોયુકત એસપી કહે છે કે તપાસ હજુ ચાલુ છે, તેથી મિલકતનું સંપૂર્ણ મૂલ્યાંકન પછી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એક સરપંચ સરકારને દર મહિને આશરે 2500 રૂપિયાનું માનદ વેતન મળે છે. ઉપરાંત કેટલાક અન્ય લાભો. એટલે કે લગભગ 3000 રૂપિયા માસિક માનદ વેતન આપવામાં આવે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *