સાયકલોન યાસે અહીં મચાવી તબાહી, કરી નાખ્યું બધુ ખેદાન મેદાન…
આજે 26 મે ની સવાર ઓરિસ્સા માટે મોટી આફત લઈને આવી, બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું અને ભારતીય હવામાન ખાતાની ચેતવણી મુજબ અતિ ગંભીર શ્રેણીમાં આવતું યાસ વાવાઝોડું ઓરિસ્સાના બાલાસોર પાસે ભયંકર તોફાની પવનો સાથે ત્રાટક્યું
પ્રતિ કલાકના 140 થી 155કિમિ ની ઝડપે ફૂંકાતા પવનો સાથે ત્રાટકેલા વાવાઝોડાં થી દરિયામાં 20 થી 40 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળયા અને અનેક ગામો માં દરિયાના પાણી ફરી વળ્યા ના સમાચાર મળ્યા છે.
ટ્રોપિકલ સાયકલોન ટ્રેક કરતી આંતરરાષ્ટ્રીય એજન્સી પહેલા જ આ વાવાઝોડું ઓરિસ્સાના કાંઠે ત્રાટકશે તેવી આગાહી કરી ચુકી હતી, આ વાવાઝોડાં ને પગલે ઓરિસ્સાના મંદારમોની ખાતે આવેલા ગાર્ડન રિટ્રીટ નામના રિસોર્ટમાં વાવાઝોડાં એ તબાહી મચાવતા આખો રિસોર્ટ તહેસ નહેસ થઈ ગયો હતો જેનો વિડિઓ જોવા નીચે લિંક પર ક્લિક કરો.
આ વાવાઝોડું હવે જેમ જેમ અંદરના વિસ્તારોમાં ગતિ કરશે તેમ તેમ નબળું પડતું જઇ ડિપ્રેશન માં અને પછી લૉ પ્રેશરમાં ફેરવાઈ જશે.