Gujarat

સાવકી માતા એ દિકરા ને મારી નાખ્યો અને પછી, હાથ પગ બાંધી..

લાલચ સૌથી ખરાબ વસ્તુ છે. કહેવાય છે ને માણસ પૈસા ખાતર ગમે તે હલકાઈ પર ઉતરી આવે છે. આમ પણ જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.અમદાવાદ જિલ્લાના કણભામાં રૂપિયાની લેતીદેતીમા  પુત્ર એ સાવકી માતાને ઠપકો આપતા એક સાવકી માતાએ તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા કરીને લાશને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

મા એટલે મા બીજા બધા વગડા ના વા આમ પણ કહેવાયછે ને કે, સગી મા અને સાવકી મા બહુ ફરક હોય. સાવકી માટે પુત્રના નામે સંબધીઓ પાસેથી રૂપિયા માંગ્યા હતા જેની જાણ પુત્રને થતા તેમને આવુ નહી કરવા માટે થપકો આપ્યો હતો.હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસ ને કરવામાં આવી હતી.

જો કે પોલીસ એ તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરમાં આવી હતી. જેથી પોલીસ એ તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળી ને હાર્દિકની હત્યા કરી દીધી છે. અને મૃતદેહ નો નિકાલ કરી નાખ્યો હતો.આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે.ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોન બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી.

હાર્દિકનું પત્તુ કટ કરવા માટે નાસીક ફોન કર્યો રૂપિયા માટે થયેલી બબાલમાં ગૌરીબેનએ હાર્દિક હત્યાનો પ્લાન બનાવ્યો અને નાસીકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરાવી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક અને હ્દય કંપી ઉઠી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!