સુરત : એક જ પરીવાર ના પાચ સભ્યો નદી મા ડૂબ્યા ! બે ના મોત જયારે ત્રણ હજી લાપતા

સુરત ની અંબિકા નદી મા એક જ પરીવાર ના પાંચ લોકો ડૂબી જતા હાહાકાર મચી ગયો હતો. મહુવાના કુમકોતર સ્થિત જોરાવર પીરબાવાના દરગાહની મન્નત પૂરી કરવા ગયેલા પરિવાર સાથે આ ઘટના બની હતી જેમાં પાંચ લોકો નદી મા ડૂબ્યા હતા. જેમા થી બે ની લાશ મળી હતી જયારે ત્રણ લોકો હજી લાપતા છે.

જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના લિંબાયત ખાતા રહેતા અને કાપડ માર્કેટ મા નોકરી કરતા આરીફશા સલીમશા ફકીર ના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માંગી હતી. અને મન્નત પૂરી કરવા માટે તેવો રીક્ષા મા પરીવાર સાથે મહુવાના કુમકોતર પહોંચ્યા હતા. દરગાહ મા મન્નત ચડાવી ને તેવો અંબિકા નથી મા પરીવાર ના દસ સભ્યો નાહવા ગયા હતા.

ત્યારે પરીવાર ના દસ સભ્યો માથી પાંચ સભ્યો પાણી મા ગરકાવ થય ગયા હતા. પાણી મા શોધખોળ કર્યા બાદ પણ દંપતી મળ્યુ નહોતું અના પરીવાર ને જાણ થતા પિતા અને ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારના પાંચ સભ્યો ડૂબી જતાં તેમના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગતાં દીકરાને ડૂબતો જોતા માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતા તે પણ ડુબ્યા હતા. જેથી પત્ની સમીમબી આરીફશા ફકીર બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગ્યા હતા. આ સમયે અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂકસારની જાકુરશા ફકીર પણ બચાવવા જતા ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. આમ, પરિવારના 5 સભ્યો પાણીમાં ગરક થયા હતા.

આ ઘટના મા સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (ઉં.વ. 55) અને પરવીનબી જાવીદશા ફકીર (ઉં.વ.30)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *