સુરત : ટૌટે વાવાઝોડુ કામરેજના આ વ્યક્તિ માટે મોત બનીને આવ્યું, ચેતવણી સમાન કિસ્સો
હાલ કોરોના ના ઉપરાંત અન્ય એક ખતરો ગુજરાત ઉપર તોળાઈ રહ્યો છે તે છે વાવાઝોડા નો હાલ ગુજરાતમાં વાવાઝોડા ને હાઈ એલર્ટ છે અને અનેક જગ્યા એ પવન ફૂંકાતા નાના મોટા બનાવો બન્યા છે.
છેલ્લા બે દીવસ થી ગુજરાત ના અલગ અલગ જીલ્લા મા જોરદાર પવન ફૂંકાયો હતો જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને સુરતમાં ભારે પવન ફૂંકાયો હતો તેમજ વાતાવરણમાં ધુળની ડમરીઓ ઉડી હતી. ત્યાર બાદ વરસાદી છાંટા પણ પડયા હતા. ભારે પવનને પરિણામે ક્યાંક શેડ પડવાની ઘટનાઓ બની હતી. જેમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા કામરેજમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર સુરત ના કામરેજ મા માંક ગામ મા ભારે પવન ફૂંકાયો હતો અને જયા એકાએક મહાકાય વૃક્ષ નો ભાગ ધરાશાયી થતા પશુપાલન નો વ્યવસાય કરતા દાનાભાઈ આહીર તેની નીચે દટાઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા જોકે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ભારે વરસાદ અને વાવાઝોડા થી બચવા માટે સરકાર દ્વારા અનેક સુચનો અને નિર્દેશ આપ્યા છે જેનુ પાલન કરવાથી આવી ઘટના ઓ થી બચી શકાય છે. આ કીસ્સો એક ચેતવણી રુપ કીસ્સો કહી શકાય.