સુરત મા એક જ રાત મા જળબંબાકાર થયો પડ્યો આટલા ઈંચ વરસાદ
ગુજરાત ના અનેક જીલ્લા મા ચોમાસું આગળ વધી રહ્યુ છે તો ઘણા જીલ્લા મા હજી પુરતો વરસાદ પડ્યો નથી ત્યારે ખેડુતો ચિંતાતુર છે. જુનાગઢ ઉમરગામ મા ગયાં દીવસો મા 8 ઈંચ થી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે હવે સુરત મા પણ મેઘરાજા નુ રૌદ્ર સ્વરૂપ, જોવા મળ્યુ હતુ. સુરત શહેર અને ગામડા મા ગત રાત્રી ના ભારે વરસાદ થયો હતો ખાસ કરી ને કરીને ઓલપાડના કૂડસદ ગામમાં સૌથી વધારે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ત્યાના લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદ ને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને નવપરા કોલોની અને હળપતિ વાસ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. અને પાણી લોકો ના ઘરમા ઘુસ્યા હતા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને બારડોલી, કામરેજ, પલસાણા તેમજ મહુવા તાલુકામાંતો નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી.
હવામાન ખાતા દ્વારા અગાવ જ ભારે વરસાદ ની આગાહી કરવામા આવી હતી. જેમાં દક્ષીણ ગુજરાત મા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ ને લીધે મુશ્કેલી મા મુકાયેલા 15 જેટલા પરીવારો નુ રેસ્ક્યુ કરાયુ હતુ જયારે અમુક વિજપોલ ને નુકશાન પહોંચયુ હતુ અને વૃક્ષો પણ ધરાશાહી થયા હતા.
ભારે વરસાદ ના લીધે અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત સુરત ના મેયર હેમાલી બોઘાવાલા એ લીધી હતી અને તેમજ તેમણે અધિકારીઓને રાહત કાર્યો માટેની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે એકજ રાતમાં સુરતમાં 8 ઈંચ વરસાદ પડ્યો જેના કારણે જનજીવનને ભારે અસર થઈ હતી. બીજી તરફ ભારે વરસાદને કારણે શહેરના સીમાડે આવેલી ખાડી પણ ઓવરફ્લો થઈ ગઈ હતી.