ચેતી જજો! શું તમે અસલી જ ટાટાનું નમક ખાય રહ્યા છો ને? દિલ્હી બની આવી ઘટના
આજના સમયમાં વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલના સમયમાં અનેક વસ્તુઓમાં લોકો ભસ્ટ્રાચાર કરી રહ્યા છે અને પોતાના સ્વાર્થ માટે લોકોને હાનિ પહોંચાડતા અચકાતા નથી. ત્યારે આજે આપણે જાણીશું કે,એક એવા નમન ક વિશે જેને લોકો ઓરીજનલ સમજીને ખાય રહ્યા છે એ વાસ્તવમાં નકલી છે.
ગાંધીજીએ મીઠા માટે દાંડીયાત્રા કરી હતી આ વાત તો આપણે જાણીએ છીએ. ત્યારે ફરી એકવાર હવે દેશ એ કાળે આવી ગયો છે જ્યાં લોકો મીઠામાં ભેડસેડ કરી રહ્યા છે.દિલ્હીમાં સામે આવેલા કેસ એ દિલ્હીવાસીઓને ચોંકાવી દીધા છે દિલ્હી પોલીસને મળેલી માહિતી મુજબ, એક લોકલ એસ્ટેટમાં રેડ કરવા પહોંચેલી પોલીસને ટાટા સોલ્ટ બ્રાન્ડની પેકિંગ માટે વપરાતી હજારો ખાલી થેલીઓ અને સપ્લાય માટે તૈયાર કરેલી 2640 કિલો ટાટા સોલ્ટની બેગ મળી આવી છે.
આ મામલે વધુ તપાસ કરતા પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું કે આ ફેક્ટરી માલિક સસ્તુ મીઠું ટાટા સોલ્ટના પેકિંગ જેવા દેખાતા ડુપ્લીકેટ પેકમાં ભરીને લોકોને વેચતો હતો. અસલ ટાટા સોલ્ટની બેગ ઉપર આપવામાં આવેલ ક્યુઆર કોડ જેવો જ ક્યુઆર કોડ ડુપ્લીકેટ બેગ પર મળી આવતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ક્યુઆર કોડથી ડાયરેક્ટ ટાટા સોલ્ટની વેબસાઈટને કનેક્ટ કરી શકાય છે. ફેક્ટરીના માલિકે વર્ષો સુધી દિલ્હીવાસીઓને આ નિમ્નકક્ષાનું મીઠું ખવડાવીને દિલ્હીવાસીઓના અને દેશના અન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કર્યો છે, ત્યારે આ ઘટનાને લઈને ફેકટરીના માલિક સામે તપાસ કરવામાં આવી છે.