સૌરાષ્ટ્ર ના ક્રિકેટર ચેતન સાકરીયા વિશે ઓસ્ટ્રેલીયા ના મહાન ક્રિકેટર ગ્લેન મેઘરા એ કહી આ વાત

અથાગ મહેનત થકી જીવનમાં અનેક સફળતા મેળવી શકાય છે ત્યારે આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતનાં ચેતન સાકરીયા જીવનના ખરાબ દિવસો જોયા. પહેલા ભાઈ અને પછી પિતા આ બે દુઃખ આપીને ઈશ્વરે તેને હવે સુખ નાં ખોબલે ધર્યા છે. ત્યારે હવે હાલમાં જ આપણે જાણીએ છે કે,ચેતન ની સિલેક્ટ થઈ છે ટીમમાં

શ્રીંલકા વિરૂદ્ધ લિમિટેડ ઓવર્સ સિરીઝમાં ડેબ્યૂ કરનાર ચેતન સકારિયા અને સંદીપ વોરિયરને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર ગ્લેન મેક્ગ્રાએ ટ્વિટર પર ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે તેમને બંને ભારતીય બોલરો પર ગર્વ છે. ચેતને વનડે સિરીઝના છેલ્લી મેચમાં ડેબ્યૂ કર્યુ હતું અને 2 વિકેટ લીધી હતી, જોકે T-20માં તેણે માત્ર એક વિકેટ લીધી હતી. સંદીપને છેલ્લી T-20માં ડેબ્યૂ કેપ સોંપવામાં આવી પરંતુ તે મેચમાં તે કાંઇ ખાસ પ્રભાવિત કરી ન શક્યો.

ગ્લેન મેકગ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘ભારત તરફથી ડેબ્યૂ કરવા બદલ ચેતન સાકરિયા અને સંદીપ વોરિયરને અભિનંદન. તમારા બંને પર ગર્વ છે’ જોકે T-20 શ્રેણીમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતું. અને તે પ્રથમ વખત શ્રીલંકા સામે ટી-20 શ્રેણી હારી ગયું હતુ. પ્રથમ T-20માં ભારતે જીત નોંધાવ્યા બાદ શ્રીલંકાએ આગામી બે મેચમાં ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *