બર્મા દેશમાં જન્મનાર વિજયભાઈ રૂપાણી એક રાષ્ટ્ર સેવકમાંથી કંઈ રીતે બન્યા સંવેદનશીલ મુખ્યમંત્રી જાણો…

માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય વારસા સમાન માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખંત અને ખમીર સાથે ગુજરાતને દિશા આપી રહ્યા છે. પારદર્શકતા, પ્રગતિશીલતા, સંવેદનશીલતાં અને નિર્ણાયકતા પ્રણેતા માન.શ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી વિજય રૂપાણી ગુજરાત રાજ્યના ૧૬માં મુખ્યમંત્રી છે.તેઓશ્રીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરથી શરૂઆત કરીને સામાજીક જીવનમાં રાજ્યસભાના સાંસદ, વિધાનસભાના સભ્ય, કેબીનેટ મંત્રી જેવા પદોને શોભાવ્યા.

લાંબા સમય સુધી કાર્યકર રહેલા અને નમ્ર હૃદયી એવા વિજયભાઈ તળના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક ક્ષેત્ર અને વિસ્તારના લોકો સાથે વિજયભાઈનો સંવેદનાનો નાતો છે અને એટલે જ તેમની સરકાર ‘સંવેદનશીલ સરકાર’ છે અને શ્રી વિજયભાઈ રૂપાણી જી ગુજરાતનું નામ વિશ્વ ફલકે રોશન કરી રહ્યા છે.

૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો.તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. રમણિકલાલ સપરિવાર ૧૯૬૦ માં બર્માને છોડીને હંમેશને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા અને યુવા વય સેવામાં સર્મિપત કર્યું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનાત પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત્ ૧૯૭૧ વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. ૧૯૭૬ વર્ષે રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બન્દી હતા. એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી હતાં.

1988 to 1996 રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. વર્ષ 1996માં રાજકોટ શહેરના મેયર પદે આરૂઢ થયા. 2006 ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન પદે આરૂઢ થયા.2006 to 2012 રાજ્ય સભામાં સાંસદ તથા જલસ્રોત સમિતિ, માનવ સંસાધન વિકાસ સમિતિ, પેપર લેઇડ ઓન સમિતિ, ખાદ્ય, કસ્ટમ્સ બાબતો, જાહેર વિતરણ સમિતિ અને જાહેર સહ સમિતિમાં સભ્ય.

૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર્. સી. ફાલ્ડુ આરૂઢ હતા. ૨૦૧૪ અગસ્ત માસમાં જ્યારે ગુજરાતવિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળદ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *