Gujarat

અંબાલાલ પટેલ ની મોટી આગાહી, રાજ્ય ના આ જીલ્લા ઓ મા ભારે વરસાદ પડશે

રાજ્ય મા આ વર્ષે ચોમાસુ અણધાર્યું રહ્યુ છે અને અનેક ખેડુતો ને નુકશાન થયુ છે કારણ કે અનેક જીલ્લા મા હજી બરોબર વરસાદ નથી પડ્યો. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી મા જણાવ્યું છે કે આજ થી રાજ્ય મા સાર્વત્રિક વરસાદ નહી પડે પરંતુ અમુક ક્ષેત્ર મા જ વરસાદ પડશે. જેનાથી અમુક વિસ્તારો મા જળબંબાકાર સ્થિતી સર્જાશે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર (Saurashtra region rain forecast)ના સુરેન્દ્રનગર, પાટડી તથા દસાડામાં વરસાદ થશે. ઉત્તર ગુજરાત (North Gujarat rain forecast)માં મહેસાણા, બહુચરાજી, કડી, વીસનગર, સિદ્ધપુર, પાલનપુરમાં વરસાદ પડશે. સાથે જ અમદાવાદના વીરમગામમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગાહી કરી હતી કે બંગાળ ની ખાડી મા હળવા દબાણ ને કારણે મધ્ય પ્રદેશ મા ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે મધ્ય પ્રદેશ મા વરસાદ પડવાથી નર્મદા નથી મા પાણી ની આવક થશે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વિંધ્ય પર્વતમાળામાં સારા વરસાદને કારણે નર્મદા નદીમાં સારા પ્રમાણમાં પાણીની આવક થશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, આહવા, ડાંગમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરી છે.

હવે જો હવામાન ખાતા ની આગાહી પર નજર નાખીએ તો રાજ્ય મા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ પડશે.બંગાળની ખાડીમાં બે લૉ પ્રેશર સક્રિય હોવા છતાં, મૂવમેન્ટ ખૂબ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.

જો ગુજરાત રાજ્ય મા સરેરાશ વરસાદ ની વાત કરવામા આવે તો સિઝનના 34 ટકાની આસપાસ જ વરસાદ વરસ્યો છે. જેથી ખેડુતો ની મુશ્કેલી મા વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!