આ ગધેડીમાં શું ખાસિયત છે કે, તેનું દૂધ 2000 થી 7000 રૂ.લીટર વેંચાય છે જાણો.

આપણે ગધેડાને નિમ્ન કક્ષાનું પ્રાણી ગણીએ છે અને તેની મજાક ઉડાવીએ છે, ત્યારે આજે આપણે જાણીશું એક રોચક તથ્ય. તમે નહિ જાણતા હોય આ વાત.દેશમાં રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર (NRCE) હિસારમાં ગધેડીના દૂધની ડેરી ખુલવા જઈ રહી છે. NRCE હિસારમાં હલારી નસ્લની ગધેડીના દૂધની ડેરી ખુલવાની છે જેના માટે એનઆરસીઈએ 10 હલારી નસ્લની ગધેડીઓને પહેલેથી મંગાવી લીધી છે. હાલ તેનું બ્રિડિંગ થઈ રહ્યું છે. 

બ્રિડિંગ બાદ ડેરીનું કામ જલદી શરૂ થઈ જશે. ગધેડીનું દૂધ બજારમાં 2000 રૂપિયાથી લઈને 7000 રૂપિયા પ્રતિ લિટર સુધીમાં વેચાય છે. તેનાથી બ્યૂટી પ્રોડક્ટ્સ પણ બને છે. જે ખુબ મોંઘી હોય છે. ગધેડીના દૂધનો ઉપયોગ સાબુ, લિપ બામ, બોડી લોશન બનાવવા માટે થાય છે. 

ભારતના વિવિધ ભાગોમાં રૂ. 2000 પ્રતિ લિટર સુધીના ભાવે અલગ અલગ પ્રજાતિની ગધેડીનું દૂધ વેચાય છે. અમે સાબુ બનાવવા માટે આ જ ભાવે ખરીદી કરીએ છીએ. આ સિવાય કર્ણાટકનાં અમુક ગામોમાં બાળકોને બીમારીથી બચાવવા માટે દૂધ પિવડાવવામાં આવે છે. ગધેડા ઉછેરતી અથવા રાખતી કોમ્યુનિટી તેને એક ચમચીદીઠ રૂ. 50-100ના ભાવે વેચે છે.

હાલમાં ગધેડીના દૂધને ભારતમાં પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી. આના ગુણને લઈને ખાસ જાગૃતિ પણ નથી. બહુ જ નાના પ્રમાણમાં કોસ્મેટિક બનાવતી અમુક કંપનીઓ એનો ઉપયોગ કરે છે. આમાં પણ સાબુ અને સ્કિન કેર પ્રોડક્ટ બનાવવા માટે એનો વધુ ઉપયોગ થાય છે. . શરીરના ઘસારા સંબંધિત રોગોમાં પણ એ ઘણું ફાયદાકારક છે. બાળકોની પાચનશક્તિ સુધારવા માટે આ દૂધ ઘણું લાભકારી સાબિત થઇ શકે છે. ચામડીને મુલાયમ બનાવે છે અને સ્કિનની બીમારીઓથી બચાવે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *