રખડતા ઢોર ની અડફેટે આવતા વિદ્યાર્થી નુ કમકમાટી ભર્યુ મોત થયું અને એક યુવતી ને ગંભીર ઈજા…
દિવસે ને દિવસે રાજય મા રખડતા ઢોર નો ત્રાસ વધતો જાય છે અવાર નવાર સોસિયલ મિડીઆ પર વિડીઓ વાયરલ થતો હોય છે તાજેતર મા આવો જ એક વિડીઓ વાયરલ થયો છે જેમાં રખડતા ઢોર ના ત્રાસ થી એક વિદ્યાર્થી નુ મોત થયુ છે. આ ઉપરાંત એક અન્ય આવી જ એક ઘટના બની છે જેમાં એક યુવતી ને પણ ઈજા પહોચી છે.
જાણવા મળતી વિગતો અનુસાર નવસારી મા ખડસુપા ખાતે રહેતા અને બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી કે જેનુ નામ વિશાલ હળપતિ છે તેને રખડતા ઢોરે અડફેટે લેતા કરુણ મોત થયુ હતુ. આ ઘટના કાલિયાવાડી પાસે બની હતી. 20 વર્ષીય આશાસ્પદ યુવાન નુ આ રીતે કરુણ મોત થતા સમગ્ર પંથક મા અરેરાટી મચી ગઈ હતી. નવસારી જીલ્લા મા આ અગાવ પણ આ રીત ના અકસ્માત થયેલા છે. જેથી લોકો મા ભારે રોશ પણ જોવા મળ્યો હતો.
જો બીજા એક બનાવ ની વાત કરીએ તો જામનગર ખાતે રખડતા ઢોરે એક યુવતી પર હુમલો કર્યો છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ બનાવ ચૌહાણ ફળી ખાતે બન્યો છે. ગાય ની અડફેટે આવતા યુવતી ગંભીર રીતે ઘાયલ થય હતી અને ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.
યુવતી ગાય ના અડફેટે આવ્યા બાદ ફરી ધિક મારે છે અને યુવતી પર સતત હુમલો કરવાનુ ચાલુ રાખે છે ત્યાર બાદ અન્ય લોકો બચાવવા આવે છે ત્યારે તે ગાય તેને છોડે જે આ સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ થય છે.