Health

આ એક ઔષધિ ક્યાય મળે તો સાચવીને લય લેજો , સોના જેવી અનેક રોગો મા ઉપયોગી

કુદરતે આપણને અનેક અમૂલ્ય ઐષધિઓ આપી છે, જે દરેક રોગોમાં ઉપયોગી નીવડે છે. આમ પણ કહેવાય છે ને કે આયુર્વેદિક દ્વારા સરળતા થી પરિણામ મેળવી શકાય છે. અમે આજે આપને એક એવી ઔષધી વિશે જણાવીશું જે આપને સરળતાથી મળી જશે તેમજ અનેક રોગોના નિવારણમાં તે રામ બાણ ઉપાય છે. આ ઔષધી જો તમને મળી જાય તો સાચવીને રાખજો કેમ કે, આ ઔષધી ખૂબ જ લાભદાયક છે.

‘ગોક્ષુર’ જમીન પર ફેલાતો નાનો પ્રસરણશીલ છોડ છે, કે જે અષાઢ અને શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે દરેક વિસ્તારની દરેક પ્રકારની જમીન અથવા ખાલી જમીન પર ઉગી નીકળે છે. તેનાં પર્ણ ખંડિત અને પુષ્પ પીળા રંગનાં હોય છે, ફળ કંટકયુક્ત હોય છે, બજારમાં ગોખરુના નામથી આ ફળનું બીજ મળતું હોય છે.

ગોખરુ શીતવીર્ય, મુત્રવિરેચક, બસ્તિશોધક, અગ્નિદીપક, વૃષ્ય, તથા પુષ્ટિકારક હોય છે. વિભિન્ન વિકારોમાં વૈદ્યવર્ગ દ્વારા આનો પ્રયોગ કરવામાં આવે છે. મુત્રકૃચ્છ, સોજાક, અશ્મરી, બસ્તિશોથ, વૃક્કવિકાર, પ્રમેહ, નપુંસકતા, ગર્ભાશયના રોગ, વીર્ય ક્ષીણતામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ શ્રેષ્ઠ ઔષધ પુરવાર થયું છે.

તેમાં એમીનો એસીડ, ફ્યુરોગ્લુકોસાઇડ, ગ્લુકોઝ, ક્લોરોજેનીન, એસ્ટ્રાગેલીન વગેરે જેવા ગુણધર્મો રહેળા હોય છે. આયુર્વેદની પ્રખ્યાત ઔષધ રસાયણ ચૂર્ણને બનાવવા માટે આમળા, ગાળો અને ગોખરું વાપરવામાં આવે છે. કારણકે જેમ આમળા અને ગાળો ઔષધ રસાય છે તેમ ગોખરું પણ એક ઔષધ રસાયણ છે. રસાયણ એટલે એવું ઔષધ કે જે વધતી ઉમરને અને ઉપાધિ ને આપણાથી દોર રાખવામાં મદદ કરે છે.

કુદરતી રીતે તે ઠંડક આપે છે. તેનાથી આપણા શરીરમાં રહેલી ગરમીને દૂર કરે છે. ઘણા વ્યક્તિના શરીરમાં વધારે ગરમી રહેલી હોય છે. તેને આની ઉપયોગ કરવો તેનાથી ઉનાળામાં પણ તે આપણા શરીરને ઠંડક પ્રદાન કરશે. તેના ગુણ ભલે ઠંડા હોય પરંતુ તે આપણા શરીરને શક્તિ અને સ્ફૂર્તિ આપનારો એક સ્ત્રોત ગણી શકાય છે.જો તમને આ ઔષધી મળે તો સાચવી રાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!