India

જુનાગઢ માટે 15 ઑગસ્ટ જેટલો જ ખાસ દિવસ 9 નવેમ્બર ?? જાણો શુ હતો આ હતો ઈતિહાસ

સમગ્ર ભારત મા 15 ઓગસ્ટ ના દિવસે અનેરો ઉત્સાહ જોવા મળશે અને જોર શોર અને એક અનેરા જુસ્સા થી આઝાદી નુ પર્વ ઉજવવા મા આવશે. આઝાદી ના લડવૈયા ઓ ને યાદ કરવામા આવશે. ત્યારે આપણે જુનાગઢ નો ઈતીહાસ પણ જણાવો જરુરી બને છે કારણ કે તેનો ઈતીહાસ અનેરો છે.

જો જુનાગઢ ની વાત કરવામા આવેતો જૂનાગઢ ની પ્રજા નવાબી શાશન ની ગુલામી મા સબડી રહી હતી. જૂનાગઢ ના નવાબ દ્વારા જુનાગઢ ને પાકિસ્તાન જાહેર કરાતા જુનાગઢ ની પ્રજા એ બળવો કર્યો હતો અને ત્યાર બાદ આરઝી હકુમતની સ્થપના કરવામાં આવી હતી. ત્યારબાદ સરદારની કુનેહ નીતિથી જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ મુક્ત થયું હતું.

ભારત દેશ ને આઝાદી મળ્યા બાદ નવાબી શાશન ધરાવતુ જુનાગઢ પણ આઝાદ થયુ હતુ. જુનાગઢના નવાબ મહાબતખાને મહમ્મદઅલી ઝીણાને પત્ર લખી જુનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે રખાવની ભલામણ કરી હતી. આ બાબત ની જાણ જુનાગઢ ની પ્રજા ને થયા જ મોટો રોષ ભભુકી ઉઠ્યો હતો અને પ્રજા એ બળવો કર્યો હતો.

લોકો હિજરત કરવા લાગ્યા હતા. જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય છે તેવી જાણકારી મહાત્મા ગાંધીને મળતા તેને આરઝી હકુમતની સ્થપના કરી અને તેના સરનશીન તરીકે શામળદાસ ગાંધીની  નિયુક્તિ કરી અને પ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી. જુનાગઢને આઝાદ કરાવવા આ પ્રધાન મંડળ રાજકોટ આવ્યું અને ત્યાં હવે પછીની દિવાળી જુનાગઢમાં ઉજવીશું તેવી શામળદાસ ગાંધીએ ગર્જના કરી હતી. જુનાગઢના નવાબ મહોબતખાનને જુનાગઢમાં રહેવાનું અશક્ય લાગતા કેશોદ એરપોર્ટ પરથી વાટાઘાટોને બહાને પાકિસ્તાન જતા રહ્યા.

Source- Wikipedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!