ઉના મા બે માસુમ સગી બહેનો ને સાપે ડંખ મારતા એકસાથે મૃત્યુ થયા, સાપે ડંખ માર્યા બાદ….
ઘરે થી દિકરી ની અણધારી વિદાઈ થાય ત્યારે ભલભલા ભાંગી જાય છે. આવી જ એક ઘટના ઉનામા બની છે જેમા એક નહી પણ બે દિકરીઓ ની સાપ કરડવાથી મૃત્યુ થયુ હતુ અને પરીવાર દુખ મા સરી પડ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુાકના લામધાર ગામમાં ગામમાં બસ સ્ટેશન નજીક રહેતા ભરતભાઈ રામભાઈ બાંભણીયાને ત્રણ દીકરીઓ અને એક દીકરો મળી ચાર સંતાનો છે. તેમની મોટી દીકરી નિધીબેન (ઉ.વ.13) તેમજ વાનિકા (ઉ.વ.10) ગતરાત્રીના પરીવારજનો સાથે જમ્યા બાદ પોતાનાં રૂમમાં સુઈ ગઈ હતી. દરમિયાન મધરાત્રિએ અચાનક ધરમાં આવી ચડેલ ઝેરી સર્પે નિંદ્રા અવસ્થામાં રહેલ બંન્ને દીકરીઓને ડંખ માર્યો હતા.
ત્યાર બાદ સવારે બન્ને દિકરી ઓ ની તબિયત લથડતા પરીવાર જનો એ બંને બહેનોને ઉના ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોકટરે મૃત જાહેર કરતા પરિવારજનો શોક મા ગરકાવ થયુ હતુ અને સમગ્ર ગામ મા અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે સાપે ડંખ માર્યા બાદ ઘરના ખુણા મા છુપાઈ ગયો હતો અને ઘર મા શોધખોળ કરાતા
ક્રોક નામનો ચટ્ટા પટ્ટા વાળો સાપ ઘર માથી જ મળી આવ્યો હતો.
કોળી ખેડુત પરીવાર ની દિકરીઓ બન્ને ભણવામાં હોશિયાર હતી અને આમ અચાનક વિદાઈ થી પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો. અને આખા ગામ મા દુખ ની લાગણી ફેલાઈ હતી.
