જાપના યુવક અને યુવતીએ કાઠિયાવાડી રીતિ રિવાજ મુજબ કર્યા લગ્ન! બની ગયા સૌ ગુજરાતી..
કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત! આમ પણ ગુજરાતીની પરંપરા દરેકને મોહી જાય છે હાલમાં જ જાપનનાં યુવક યુવતીએ કાઠિયાવાડી રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા અને તમામ લોકો ગુજરાતમાં જે રિવાજ છે તમામ નિભાવ્યા અને જાન ગાડામાં નીકળી હતી અને સૌ કોઈ ગુજરાતી લાગતા હતા.
વાત જાણે એમ છે કે, જાપાન તોશીયાકી અને માતા તેરુયો ઉરતીશીની પુત્રી ચિઓરીના લગ્ન જાપાન સ્થિત નોબારુ કુરુતા અને માતા એકો કુરુતાના પુત્ર કઝુય સાથે લગ્નનું આયોજન કુછડીના આર્ષ સંસ્કૃતિ તિર્થ ખાતે કરવામાં આવ્યુ હતું અને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નગ્રંથીથી જોડાયા હતા. ભારતીય સંસ્કૃતિમાં દેવી-દેવતાના આશિર્વાદ મળે છે અને લગ્ન જીવન સફળ રહે છે. તેનાથી પ્રેરાય અને તેઓ આ લગ્ન કર્યાં છે.
પોરબંદરથી થોડે દુર આવેલા કુછડી ગામે આર્ષ સંસ્કૃતિ તિર્થ આવેલું છે. જ્યાં સ્વામીની નિગ્માનંદજી સરસ્વતી અને સ્વામીની નિત્યકલ્યાણનંદાજી દ્વારા ભાગવત ગીતા અને વૈદીક સંસ્કારનું અધ્યાન કરાવે છે અને અહીં જાપાન સહીતના દેશોમાંથી પણ યુવક અને યુવતીઓ અહીં ભારતીય સંસ્કૃતિ અને વૈદ સહીતનુ જ્ઞાન લેવા માટે આવતા હોય છે.
જાપાની યુવક અને યુવતી ભારતીય વૈદીક પરંપરા પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાયા હતા અને સાત ફેરા ફરી અને એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું. જાપાની યુવક અને યુવતીએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરી અને પોતાની પશ્ચિમી સંસ્કૃતિ અપનાવાને બદલે ભારતીય સંસ્કૃતિને અપનાવી હતી. આ અનોખા લગ્નમાં છેક જાપાનથી લોકો આવ્યા હતાં અને જાનમાં જોડાયા હતાં.
આ કપલે કાઠિયાવાડ સ્ટાઈલમાં લગ્ન કર્યાં હતાં. જાપાનનો
વરરાજા લક્ઝુરિયસ કાર છોડીને બળદગાડામાં જાન લઈને
પરણવા પહોંચ્યો હતો. આ લગ્નને નિહાળવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યાં હતાં.આ લગ્નમાં યુવતીએ પણ ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરીને પરણી હતી. લગ્ન દરમિયાન ગુજરાતી લગ્ન ગીતો પણ ગાવવામાંઆવ્યા હતાં. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી વાત કહેવાય.