Gujarat

કોરોના વાયરસ વચ્ચે નવો ખતરો ! મંકીપોકસ વાયરસ નો કેસ સામે આવ્યો, જાણો લક્ષણો

આખી દુનીયા હજી કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે એક નવો વાઈરસ સામે આવ્યો છે જેનું નામ છે મંકીપોકસ…. અમેરીકા મા એક વ્યક્તિ આ વાઈરસ થી સંક્રમીત થયો છે. CDC એ આ અંગે માહીતી આપી હતી અને પહેલો  વ્યક્તિ આ વાઈરસ થી સંક્રમીત થયો હતો. આ વ્યક્તિ નાયજીરીયા થી યુનાઈટેડ સ્ટેટ ના પ્રવાસે ગયા બાદ સંક્રમીત થયો હતો અને હાલ તે હોસ્પીટલ મા છે.

ડલ્લાસ કાઉન્ટીના જજ ક્લે જેનકિન્સે જણાવ્યું હતું કે, જોકે આ કેસ દુર્લભ છે, પરંતુ આ કેસ ખતરાની ચેતવણી નથી. આ રોજ 1970 મા પણ જોવા મળેલો જે નાઇજીરીયા અને મધ્ય અને પશ્ચિમ આફ્રીકા ના દેશો મા પણ જોવા મળલો. અને 2003 મા અમેરિકા મા આ રોગ ની અસર વધારે જોવા મળેલી. જે વ્યક્તિ સંક્રમીત થયો છે તેના સંપર્ક મા આવેલા લોકો ને અધીકારીઓ શોધી રહ્યા છે.

મંકીપોકસ એક ગંભીર અને દુર્લભ બીમારી છે અને ગંભીર વાયરલ બીમારી છે જે સામાન્ય રીતે ફ્લુ જેવા લક્ષણો અને લિમ્ક નોડ્સના સોજોથી શરૂ થાય છે. તેના લક્ષણો ની વાત કરીએ એ હાથ અને ચહેરા પર ફોલ્લી ઓ થાય છે અને ત્યાંર બાદ એમા થી પ્રવાહી નકળે છે બીજા ના સંપર્ક મા આવતા ફેલાય છે.

સીડીસીના જણાવ્યા અનુસાર નવા કેસ ઉપરાંત, નાઇજિરીયા, બ્રિટન, ઇઝરાઇલ અને સિંગાપોરથી પરત આવતા ઓછામાં ઓછા છ મુસાફરોમાં આ કેસ નોંધાયા છે. નવો કેસ પાછલા કેસો સાથે સંબંધિત નથી. કોરોનાવાયરસ વચ્ચે આવા રોગોનો સંપર્ક એ એક મોટો ખ-તરો હોઈ શકે છે. તે પણ એવા સમયે જ્યારે અમેરિકામાં કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના નવા કેસો કોવિડના ડેલ્ટા વેરિઅન્ટથી સંબંધિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!