કરોડો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરીને પરિવારનો એક લોતો દીકરો હોવા છતાં દીક્ષા લેવા તૈયાર થયો…સંસાર છોડીને વૈરાગ્ય માર્ગે!

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જૈન ધર્મના દીક્ષા લેવાનું ખૂબ જ અનેરું મહત્વ છે જેમાં વૈભવશાળી અને સુખી જીવનો માર્ગ છોડીને વૈરાગ્યનો અને સંયમનો માર્ગ સીધાંવે છે. આ ધર્મમાં નાની ઉંમર થી લઈને ઘડપણ નાં આરે આવતા પણ લોકો વૈરાગ્યનો માર્ગ પસંદ કરે છે. ચાલો ત્યારે આજે આપણે એક એવી ઘટના જાણીએ જેમાં એકના એક દીકરાએ તમામ સુખ સંપત્તિનો ત્યાગ કરીને અંગીકાર ધારણ કર્યો.

આ વાત છ ખેડા જિલ્લાના નડિયાદ ગામની જ્યાં સુખી સંપન્ન જૈન પરિવારના એકના એક દિકરાએ સંયમ માર્ગ અપનાવ્યો છે.  તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવાને તેના પિતાની લાખો રૂપિયાની સંપત્તિ છોડી મોક્ષ પ્રાપ્ત કરવા સંયમ માર્ગ અપનાવી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો.આ યુવાન કાલે વડોદરાના વરણામાં જૈન તિર્થ ખાતે દીક્ષા ગ્રહણ કરશે.

 જૈન ધર્મમાં દીક્ષા સર્વોપરી ગણવામાં આવે છે. ગુરુવારે વિરાગનો જન્મ દિવસ હતો અને તેના બીજા જ દિવસે ગૃહત્યાગ કર્યો છે.કાલે સૌ સંસારી તત્વોનો ત્યાગ કરીને પ્રભુને માટે પોતાનું જીવન સમર્પિત કરશે. આ યુવક કાલે  વિજય મહાપદ્મસુરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરશે

જૈન ધર્મમાં દીક્ષા લેવાનું અનેરું મહત્વ એટલે માટે છે કે, સંયમ ના માર્ગેચાલીને પ્રભુને જીવન સમર્પિત કરવુંજોઈએ. આપરિવાર માં  11 વર્ષ પહેલા યુવાનની બહેને પણ દીક્ષા લઈ સંયમના માર્ગ અપનાવ્યો હતો.આ અગાઉ પણ સમગ્ર નડિયાદમાંથી 45 યુવાન-યુવતીઓએ સંયમનો માર્ગ અપનાવી દીક્ષા લીધી છે.મુમુક્ષુના વિદાય પ્રસંગે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. ખરેખર ભગવાને માનવ દેહ આપ્યો તો એ દેહને ભગવાનની ભક્તિમાં લીન કરવો જોઈએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *