Gujarat

ગંભીર અકસ્માત મા પાંચ લોકો ના જીવ ગયા , જ્યારે ત્રણ લોકો ની અતિ હાલત ગંભીર

આપણા દેશ મા હાઈ વે પર અવાર નવાર અનેક અકસ્માતો ના બનાવ બનતા હોય છે જેમાં અનેક લોકો ના જીવ જાય છે ઘણી વખત ઊંઘ નુ જોકુ આવી જતા અકસ્માત થતો હોય છે તો ઘણી વખત નશા ની હાલત મા ડ્રાઈવર હોત તો ગાડી નો કાબુ ગુમાવી બેઠતો હોય છે. આવી જ એક અકસ્માત ની ઘટના રાજસ્થાન ના શ્રીગંગાનગર મા બની જે જેમા 5 લોકો નુ મોત થયુ છે.

કવીક જોઈન ના અહેવાલ મુજબ આ અકસ્માત ની ઘટના રાજસ્થાન ના શ્રીગંગાનગર મા બની હતી. આ અકસ્માત મા સામે સામે કાર ની ટક્કર થય હતી. કહેવામાં આવી રહયુ છે કે કાર ની ઝડપ એટલી હતી કે ઘટના સ્થળે જ પાંચ લોકો ના કરુણ મોત થયા હતા જયારે ત્રણ ની હાલત હજી અતી ગંભીર છે. અકસ્માત મા મૃત્યુ પામનાર લોકો શોક સભામા જઈ ને ઘરે પરત ફરી રહ્યા હતા.

આ અકસ્માત ની જાણ સ્થાનીક લોકો ને થતા જ તેવો મદદ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલો ને હોસ્પીટલ ખસેડ્યા હતા. જ્યારે આ બાબતે પોલીસે ને જાણ કરવામા આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતકો ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલે પહોંચાડ્યા હતા. મૃતકો મા બલેતજસિંહ , ગુરલીન કૈર ,સુખજીતસિંહ, હેતરામ અને વકીલ નાથ નામના વ્યક્તિ ઓ હતા.

સ્થાનીક લોકો કે જેવો એ અકસ્માત નજરે જોયો તેવો ના જણાવ્યા અનુસાર બન્ને કાર ની ઝડપ વધારે હોવાથી આ ઘટના બની છે અને બન્ને કાર ધડાકા ભેર અથડાઈ હતી અને અકસ્માત થતા ની સાથે જ પોલીસ સ્ટેશને જાણ કરવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!