ચાર ડુબતા બાળકો ને બચાવવા ગયેલી દિકરી ખુદ ડુબી ગય પરંતુ ત્રણ બાળકો ને બચાવી નવુ જીવન આપ્યુ

કહેવાય છે ને કે, ક્યારેક જીવન મુત્યુ નાં દ્વારે હોય ત્યારે પાછું ફરીને આવી શકે છે અને આ બધું થઈ શકે છે ઈશ્વર ની કૃપા થી. ખરેખર હાલમાં જ એક એવી ઘટના બની જેમાં ચાર ડુબતા બાળકો ને બચાવવા ગયેલી દિકરી ખુદ ડુબી ગય પરંતુ ત્રણ બાળકો ને બચાવી નવુ જીવન આપ્યુ.આ દીકરી પોતાના જીવનની પરવહા કર્યા વગર એ તમામ બાળકો નો જીવ બચાવવા ગઈ હતી અને તેને ક્યાં ખબર હતી કે એનું મુત્યુ તેને બોલાવતું હતું. આ દીકરી ની કરુણતા અને તેની હિંમત ને આપણે સલામ કરીએ. તેની દિવ્ય આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

આ ઘટના છે રાજસ્થાન ની જ્યાં રક્ષાબંધનનાં પર્વ નિમિત્તે ધાર્મિક કાર્ય માટે નદી કાંઠે ગયેલ એક 13 વર્ષની છોકરી નદીમાં ત્રણ બાળકોને ડુબતા જોયા અને તે ડૂબતા બચાવવા તળાવમાં ડૂબી પડી અને ખરેખર એ દીકરીએ ત્રણ જીવ ને બચાવ્યા પણ ખરા અને જ્યારે તે ચોથા બાળકને બચાવવા જઈ રહી હતી , તે જ દરમિયાન તે ડૂબી ગઈ હતી.

એક તરફ પરિવાર ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત હતા અને બીજી તરફ બાળકો એ રમત રમતમાં ક્યારે નદી તરફ પોહચી ગયા ને આ ઘટના ઘટી અને એ પણ સમય સારો હતો કે આ દરમિયાન આ 13 વર્ષની દીકરી ની નજર પડતા તેને જીવ બચાવી લીધો નહિ તો એક સાથે ચાર જીવોનો જીવ જાત. જ્યારે તે ચોથા બાળક ને બચાવતી હતી તે તેની બહેન જ હતી એ પણ માત્ર 7 વર્ષની અને અંતિમ જેવો તેનો જીવ બચાવવા ગઈ ત્યાં ડુબી ગઈ.

પરિવાર ઉપર તો જાણે આભ ફાટી પડ્યું અને આંખોમાંથી આંસુઓ સુકાતાં ન હતા કરણ કે આવી બહાદુર અને હિંમત વાન દીકરી ગુમાવી. જેને હજુ સુધી પોતાનું જીવન પણ ખરી રીતે જીવ્યું ન હતું. આ યુવતી ની ગ્રામજનો થી લઈને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. ખરેખર સલામ છે, આ યુવતીની બહાદુરી ને જેને પોતાનો જીવ ની પરવહા કર્યા વગર તમામ બાળકોના જીવ બચાવ્યા પોતાના જીવનું બલીદાન આપ્યું. ભગવાન આ દીકરીની આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *