Gujarat

ગુજરાતનું એવું અનોખું ગામ જ્યા રામ રાજ્ય ચાલે છે, જાણો શું ખાસ છે એ ગામમાં.

ગુજરાતમાં આજે પણ એક એવું ગામ આવેલું છે, જ્યા રાજ રાજ્ય જોવા મળે છે. ખરેખર આ ગામનું નામ પણ રાજ સમઢીયાળા છે. ચાલો આ ગામની વિશિષ્ટતા જાણીએ.

આ ગામને ગુજરાત રાજયની સર્વશ્રેષ્ઠ ગ્રામપંચાયતનો ૨૫૦૦૦ રૂ.નો એવોર્ડ પણ મળેલ છે. આ ગામમાં ૨૦ વર્ષના સમયગાળા દરમિયાન પ્રથમ ઈ.સ.૧૯૮૬ની સાલમાં ૧૨ ચેકડેમ બનાવીને ગામને જળસંકટમાંથી રાહત આપી. ત્યાર બાદ ઈ.સ.૧૯૯૬ સુધીમાં આ ગામમાં ૫૦ જેટલા ચેકડેમો બનેલ હતા. આ ગામની અંદરનાં તમામ રોડરસ્તા સિમેન્ટનાં પાકા બનાવેલ છે. તેમજ ગામમાં કોઈપણ જગ્યાએ કચરો ફેંકવાની મનાઈ છે જો તેવુ બને તો તેમને પંચાયત તરફથી દંડ કરવામાં આવે છે. આ ગામની અંદર રમત ગમત રમવા માટે ક્રિકેટનું મેદાન પણ આવેલુ છે.

આ ગામમાં સદાય રામ રાજ્ય છે, જ્યાં સૌ કોઈ લોકો પોતાની દુકાન પણ ખુલ્લી રાખી ને ચાલ્યા જાય છે.સમય સાથે આ ગામે સૌ કોઈ વિકાસ કર્યો છે. ગામ એટલું વિકાસ ને આરે પહોંચ્યું છે કે,જ્યા એકબીજા ન વિશ્વાસ થી ગામ ચાલી રહ્યું છે.

‘હિન્દુસ્તાનના પત્રકાર વિજેન્દ્ર રાવતે તો લખ્યું પણ ખરું કે ભારત કે ઈસ ગાંવ કે પદચિહ્નો પર ચલેં તો દેશ કે ગાંવો કા ઉદ્ધાર નિશ્ચિત હૈ. હરદેવસિંહ જાડેજા ૧૯૭૮માં આ ગામના સરપંચ બન્યા પછી આ ગામે આખા ભારતભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

રાજસમઢિયાળાની વસતિ પૂરા બે હજાર માચાંની નથી, પણ તે વાર્ષિક ૩૫,૦૦૦ મણ ઘઉં અને સાત હજાર મણ કપાસનું વાવેતર મેળવે છે, બીજા પાક જુદા. વરસે પચાસ લાખથી વધારે કિંમતનાં તો આ ગામ શાકભાજી વેચે છે. અહીં ગામના દરેક વોકળા પર ચેક ડેમ બનાવી લેવામાં આવ્યા છે. એને કારણે ચોમાસાનું પાણી તળમાં ઊતરે છે. ગામની સીમમાં ધીમે ધીમે કરતાં પ૧,૦૦૦ વૃક્ષો પણ વાવ્યાં છે. રાજસમઢિયાળાની સમૃદ્ધિ જોઈને તેની આજુબાજુનો પંદરેક ગામો પણ તેને પગલે ચાલવા માટે તૈયાર છે. આ ગામની ડોક્યુમેન્ટરી પણ દુરદર્શન ચેનલ પર બતાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!