Gujarat

ગેળા હનુમાનજી નુ ચમત્કારી મંદિર જયા 700 વર્ષ થી શ્રી ફળ નો પહાડ બની રહ્યો છે અને

ગુજરાત અને ભારત દેશ મા અનેક એવા મંદિરો છે જે ના અમુક રહસ્યો ને વિજ્ઞાન પણ સુલજાવી શક્યુ નથી. ગુજરાત મા અનેક હનુમાનજી મંદીર આવેલા છે જેમાં થી આપણે આજે એક એવા જ મંદીર ની વાત કરવાના છીએ તે મંદીર પણ એવુ જ વિશેષતા ભરેલુ છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા ગેળા ગામ મા એક હનુમાનજી નુ મંદીર આવેલુ છે જયાં શ્રી ફળ નો નહાડ છે બસ આટલું જ નહી. સામાન્ય રીતે આપણે શ્રી ફળ અઠવાડીયા મા બગડી જતા હોય છે પરંતુ અહી આવેલા હનુમાનજી ના મંદીર પાસે વર્ષો થી ઘણા બધા શ્રી ફળ છે પરંતુ આજ સુધી બગડ્યા નથી અના લોકો આ બાબત ને હુનમાન જી નૉ ચમત્કાર માને છે.

સ્થાનિકોના કહેવા મુજબ કથા કંઈક એવી છે કે 700 વર્ષ પહેલા ગામના ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ મૂર્તિ એક ગોવાળે જોઈ અને ગામના લોકોના કાને વાત નાખી. પછી તો કૌતુક સર્જાયું, ગામ આખું ભેગું થયું અને હનુમાનજી અહીં જ પૂજાવા લાગ્યા. કેટલાક સમય બાદ એક સંત ફરતા ફરતા અહીં પહોંચ્યા. ત્યારે હનુમાનજીના મંદિરમાં શ્રદ્ધાળુઓએ ચડાવેલા શ્રીફળનો ઢગલો હતો. સંતે વિચાર્યું આ શ્રીફળ બગડી જાય તેના કરતા બાળકોને ખવડાવી દઉ અને તેમણે પ્રસાદ વહેંચી દીધો.

પરંતુ તે જ રાત્રે આ સંતને પેટમાં ભયંકર દુઃખાવો ઉપડ્યો. તેમણે માન્યુ કે હનુમાનજીના શ્રીફળ વહેંચ્યા એટલે જ દર્દ થયું છે. ગામના વડીલો કહે છે કે આ સંતે મનોમન હનુમાન દાદાને વિનંતી કરીકે હે હનુમાનજી મેં આજે તમારા મંદિરથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને એના લીધે જો હું બીમાર થયો હોઉં, તો હું સવાર માં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેર્યાં છે તેના ડબલ ચડાવીશ.

બસ સવાર સુધીમાં તેમની તબિયત સુધરી ગઈ. અને બાધા પ્રમાણે આ સંતે ડબલ શ્રીફળ મુક્યા. સાથે જ હનુમાનજીને કહ્યું,’હનુમાન દાદા તે મારા જેવા સંત જોડે થી ડબલ શ્રીફળ લીધા છે તો જાઓ હવે અહીં શ્રીફળ નો પહાડ કરી બતાવજો.’ લોકોની માન્યતા છે કે બસ ત્યારથી અહીં શ્રીફળ વધતા જ જઈ રહ્યા છે. આવી માન્યતાને આધારે લોકો પણ અહીં શ્રીફળ રમતું મૂકવાની બાધા રાખી રહ્યા છે. પરિણામે અહીં લાખોની સંખ્યામાં શ્રીફળ ભેગા થઈ ગયા છે. હવે તો આ હનુમાજીનું મંદિર જ શ્રીફળ મંદિર તરીકે ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!