સુરત ના પટેલ પરીવારે માનવતા મહેકાવી, દીકરો બ્રેન ડેડ થતા અંગો નુ દાન કર્યુ! ચાર લોકો ને નવુ જીવન મળશે

આજ ના સમય મા અંગો નુ દાન કરવાનુ મહત્વ લોકો સમજી રહ્યા છે અને આ બાબત મા જો કોઈ શહેર સૌથી આગળ હોય તો એ સુરત છે. અને ફરી વખત સુરત સમાજ ના લેઉઆ પટેલ સમાજ ના એક દિકરા નુ અંગ દાન કરી ને માનવતા મહાકાવી છે તેના લીધે અન્ય લોકો ને નવજીવન પણ મળશે.

જાણવા મળતી વિગતો અનુસાર મનસુખભાઈ કાથરોટીયા ને બીજી ઓગસ્ટના રોજ સાંજે 8.30 કલાકે બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક કામરેજમાં આવેલ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કર્યા. શરુવાત મા લખવા નુ નિદાન કરવામા આવ્યુ અને સી.ટી સ્કેન અને MRI પણ કરવામા આવ્યો. ત્યાર બાદ 4 ઓગસ્ટ ના રોજ વધુ સારવાર માટે વિનસ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.રાકેશ ભારોડીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી.  જયા જણાવા મળ્યુ હતુ કે મનસુખ ભાઈ ને બ્રેઈન હેમરેજ છે.

6 ઓગસ્ટ ના રોજ મનસુખભાઈ ને બ્રેન ડેડ જાહેર કરવામા આવ્યા. ત્યાર બાદ ડોનેટ લાઈફ દ્વારા મનસુખભાઈ ના પરીવાર જનો ને અંગ દાન નુ મહત્વ સમજાવવા મા આવ્યુ અને પત્ની રીટાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ સમજી પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવી હતી. જયારે NOTTO દ્વારા ફેફસાં ચેન્નઈની MGM હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતાં.દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું છે

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *