Gujarat

પેટ્રોલ, ડીઝલ થી નહી ! હવે પાણી થી કાર ચાલશે , સુરત ના પુરૂષોતમભાઈ એ કર્યો દાવો

પેટ્રોલ અને ડીઝલ ના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે લોકો સાઈકલ ચલાવવા લાગ્યા છે તો કોઈ ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા લાગ્યા છે અને જરુરીયાત જ આવિષ્કાર ની જનની હોય તેમ સુરત ના કતારગામ ના એક ભાઈ એ એવો દાવો કર્યો છે કે તેમણે પાણી થી ચાલતી કાર બનાવી છે.

જી હા તમને સાંભળી ને થોડી નવાઈ લાગશે પણ આ અજીબ દાવો કરનાર 58 વર્ષીય પુરૂષોતમભાઈ જે સુરત મા રહે છે અને પોતાનો કાર નો વર્ક શોપ ધરાવે છે તેણે પોતાની મારુતી 800 મા એવી ટેકનીક શોધી છે કે જે પાણીમાંથી હાઈડ્રોજન ગેસ બનાવે છે અને તેના થી કાર ચાલે છે. પુરૂષોતમ ભાઈ ના જણાવ્યા અનુસાર કાર મા પેટ્રોલ ની જરુરીયાત માત્ર બે થી ત્રણ મીનીટ પુરતી જ છે જયારે કાર ને ચાલુ કરવામા આવે ત્યારે બાદ કાર હાઈડ્રોજન ગેસ થી ચાલે છે.

કાર મા 1 લીટર ના પાણી થી 60 થી 70 કિલોમીટર જેટલી કાર ચાલે તેવો દાવો પુરૂષોતમ ભાઈ દ્વારા કવામા આવ્યો હતો. જો આ સીસ્ટમ થી કાર ચાલે તો હવાનું પ્રદૂષણ પણ ઓછુ થશે.
તેમનો દાવો છે કે પાણીથી ચાલતી આ કારથી પાંચ વર્ષોમાં અત્યાર સુધી ૫૦ હજાર કી.મી. ની મુસાફરી કરી ચુક્યા છે. હવે તે કોઈ ઓટોમોબાઈલ કંપની પાસેથી સારી ઓફરની રાહ જોઈ રહ્યા છે, જેથી તે ટેકનીક સામાન્ય લોકો માટે ઉપયોગ આવી શકે.

પુરૂષોતમ ભાઈ મુળ રાજકોટ ના ખેતીવાડી વાળા પરીવાર સાથે સંકળાયેલાં છે અને પેટ્રોલ અને ડીઝલ ના વધતાં ભાવ વધારા ને કારણે તેમને આ વિચાર આવ્યો અને તેમને આ ટેકનીક વિકસાવતા 10 વર્ષ લાગી ગયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!