Gujarat

રીક્ષા ચાલક ની અનોખી સેવા ! સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે આપે છે રીક્ષા સેવા , કારણ જાણશો તો

આમ તો દુનીયા મા અનેક ધર્મ છે પરંતુ માનવાતા થી મોટો કોઈ ધર્મ નથી. માનવ સેવા એજ મહાન સેવા છે. આજે આપણે એવા જ એક માનવ સેવાનું કામ કરતા રીક્ષા વાળા ની વાત કરવા જઈ રહ્યા છીએ. જિલ્લાના ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં રીક્ષા ચાલકે અનોખી સેવા શરૂ કરી છે. આ યુવક પોતાના રિક્ષાચાલકના વ્યવસાયની સાથે સાથે પોતાના કમાણીના સાધન દ્વારા જ 24 કલાકમાં ગમે ત્યારે સગર્ભા મહીલાઓને દવાખાને જવા કે દવાખાનેથી પરત ફરવા માટેના વાહનની જરુર પડે તો ફ્રી રીક્ષા સેવા આપી અનોખી સેવા કરી રહ્યો છે.

આ યુવક ની વાત કરીએ તો એક સાવ સામાન્ય પરીવાર માથી આવે છે. જેનું નામ છે સ્વરૃપ માળી અને તે છેલ્લા દોઢ માસથી ડીસામાં રિક્ષાચાલકનો વ્યવસાય કરી રહ્યો છે અને સાથે સાથે આ સેવા પણ મફત આપી રહ્યો છે. આ રીક્ષા ચાલકે પોતાની રિક્ષાની પાછળ ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી સેવાનું પોસ્ટર લખી પોતાનો નંબર લખી દીધો છે. જેને લઈ કોઈ પણ મહિલાને પ્રસૂતિ સમયે હોસ્પિટલ પહોંચવા કે હોસ્પિટલથી ઘરે પરત ફરતા સમયે સાધન ન મળે તો મહિલાઓ સ્વરૂપ ભાઈનો સંપર્ક કરે છે.

રીક્ષાચાલક પણ દોડીને સેવા માટે પહોંચી જાય છે. આમ છેલ્લા દોઢ મહિનામાં સ્વરૂપએ 15 થી પણ વધુ મહિલાઓને સુરક્ષિત હોસ્પિટલ સુધી પહોંચાડી છે. સ્વરુપ આ સેવા કરે છે એના પાછળ એક ખાસ વાત છે. આજ થી 1 વર્ષ પહેલા સ્વરુપ ફોટોગ્રાફર હતો. જયારે તેની ગર્ભવતી પત્ની ને પ્રસૂતિની પીડા થતા હોસ્પિટલ લઇ જવી હતી. પરંતુ મોડી રાતનો સમય થઇ જતા તેમના વિસ્તારમાં કોઈ જ સાધન મળ્યું ન હતું અને બાદ મા વાહન વાહન તો મળ્યુ પરંતુ હોસ્પીટલે પહોંચવા મા મોડુ થતા તેના બાળક નુ મૃત્યુ થયુ હતુ.

બસ ત્યાર થી જ સ્વરુપે નક્કી કર્યુ કે જે ઘટના મારી સાથે ના બની એ બીજા કોઈ પરીવાર સાંથે ના બને એ તે માટે કોઈ સુવિધા ઉભી કરવાનુ વિચાર્યું પરંતુ આર્થિક રીતે સધ્ધર ના હોવાથી તે વો એમબુલંસ વસાવી શકે એમ ના હતા છેવટે તેમના પિતા ના નામે લોન લઈ તે તવો એ રીક્ષા લીધી અને આ સેવા આપવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી મા 15 જેટલી મહીલા ઓ ને હોસ્પીટલે પહોંચાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!