Gujarat

હોમગાર્ડ નિવૃત થયા ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટરે જે કર્યુ એ જાણી તમે વખાણ કરતા થાકી જશો

ઘણી વખત એવી ઘટના ઓ અને કિસ્સા ઓ સામે આવતા હોય છે કે જેના વખાણ કરતા આપણે ઠાકી જતા હોઈએ છીએ ઉત્તર પ્રદેશ ના મેરઠ મા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેના વખાણ હાલ સોસિયલ મીડીયા પર ખુબ થઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશ ના મેરઠ મા એક હોમગાર્ડ તરીકે ની ફરજ બજાવવા અને રિછપાલ 40 વર્ષ સુધી સેવા આપ્યા બાદ હવે રિટાયર થઈ રહ્યા હતા.
ત્યારે તેમને પુરા માન સન્માન સાથે રીટાયરમેન્ટ આપવામા આવ્યુ હતુ આટલુ જ નહીં ત્યા ના ઉંચી રેન્ક ધરાવતા અને પોલીસ ઈન્સ્પેક્ટર સહીત ના પોલીસ કર્મી ઓ રિછપાલ ને પગે લાગ્યા હતા. અને મો મીઠુ કરાવી ફુલહાર પહેરાવ્યો હતો.

સૌ લોકો ત્યારે આશ્ચર્ય મા પડી ગયા જ્યારે
ઇન્સ્પેકટર તપેશ્વર સાગર પર જેઓ પોતાનાથી નાની રેંકના હોમગાર્ડને પગે લાગ્યા. તસવીરોમાં તેઓ રિછપાલના આશીર્વાદ લેતા નજરે પડ્યા. આ બાબતે મેરઠના કંકખેડા પોલીસ સ્ટેશનના અધિકારી તપેશ્વર સાગરે જણાવ્યું કે હોમગાર્ડ રિછપાલ 40 વર્ષ સુધી ઈમાનદારી સાથે વિભાગને પોતાની સેવાઓ આપતા રહ્યા. જોતજોતમાં 40 વર્ષ કઈ રીતે વીતી ગયા ખબર જ ન પડી અને હવે તેઓ રિટાયર થઈ ગયા છે.

જ્યારે પોલીસ સ્ટેશન ને વિદાય આપતા સમયે રિછપાલ ની આંખો મા પણ આંસુ આવી ગયા હતા. રિછપાલ 1981 થી ફરજ પર લાગ્યા હતા અને મેરઠ ના અલગ અલગ સ્ટેશન મા ફરજ બજાવી છે અને તવો એ સૌ સાથીઓ નો આભાર માન્યો હતા. અને જ્યારે પણ જરુર પડે ત્યારે હાજર થશે તેવુ કહયુ હતુ.

તેમણે જણાવ્યું કે તેઓ સરધના પોલીસ સ્ટેશનના ખેડા ગામના રહેવાસી છે. તેમના પરિવારમાં તેમની પત્ની રાજેશ્વરી અને ત્રણ દીકરા છે. સૌથી મોટો દીકરો જિતેન્દ્ર ખેતી કરે છે. તેનાથી નાનો દીકરો મનોજ કુમાર કિનૌની મિલમાં નોકરી અને સૌથી નાનો દીકરો પ્રમોદ કુમાર સિક્યૉરિટીમાં કામ કરે છે. વર્ષ 1981મા તેમણે હોમગાર્ડની નોકરીની શરૂઆત કરી હતી. 60 વર્ષની ઉંમરમાં તેઓ સેવાનિવૃત્ત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!