Gujarat

જામનગરના રસ્તા પર 108 વર્ષના ખીમજીબાપાની અબીલ ગુલાલ સાથે વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી, જુઓ તસવીરો…

આજના સમયમાં દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવતા હોય છે અને સમય એટલો બદલાયો છે કે લોકો પોતાનું જીવતું જગતિયું પણ કરાવતા હોય છે અને ક્યારેક તો અંતિમ યાત્રાને પણ યાદગાર બનાવતા હોય છે.

હાલમાં જ એક ગામમાં માજીનું મુત્યુ થતા તેમને હસતા મોંઢે વિદાય આપવામાં આવી હતી અને ઘરનું કોઇપણ વ્યક્તિ રડયું ન હતું. હાલમાં આવી જ એક અનોખી અંતિમ યાત્રા જામનગર શહેરમાં નીકળી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે

જામનગરમાં એક વૃદ્ધના મરણને મહોત્સવની માફક ઉજવવામાં આવ્યું હતું.  ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાનું નિધન થયું હતું. 104 વર્ષની ઉંમર હોવા છતાં પણ ખીમજીભાઈએ હોસ્પિટલ કે, દવાનો આસરો લીધો ન હોવાથી પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી હતી.

ખીમજીભાઈને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી. આદરમિયાન મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાંક જોડાયા હતા. તમને જણાવી દઈએ કે ખીમજીભાઈને ચાર દીકરા છે. જેઓ દુકાન અને કારખાનાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આર્થિક રીતે સુખી સંપન્ન છે.

આ અંતીમ યાત્રામાં બેન્ડવાજા અને કીર્તન ભજનની જમાવટ જોવા મળી હતી.  ઉપરાંત અબીલ ગુલાલની છોળો સાથે અંતિમ યાત્રા સ્મશાન ખાતે પહોંચી હતા.સમાજ સેવામાં ઉજળી છાપ ધરાવતા ખીમજીભાઈની અંતિમ યાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!