Gujarat

16 વર્ષ તરુણ નો મોબાઈલ ગેમ લીધો જીવ! સ્ત્રીવેશ ધારણ કરીને આત્મહત્યા કરી.દીકરો ગુમાવતા પરિવારમાં શોક.

આજના યુગમાં મોબાઈલ જેટલો ઉપયોગી છે, એટલો જ ખતરનાક પણ જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પછી તેના સદ ઉપયોગ દૂર ઉપયોગ બનતા વાર નથી લાગતા. આજના સમયમા નાના બાળકો થી લઈને વડીલો સુધી લોકો ફોન થી ટેવાયેલ હોય છે. ત્યારે હાલમાં જ એક યુવાન ગેમ્સ રમતી વખતે એક એવો ટાસ્ક આવ્યો જેને તેનો જીવ લઈ લીધો હતો. ખરેખર વાલીઓ પોતાના સંતાન નું ધ્યાન રાખવું જોઇએ. બે ક્ષણ ની મોજ ખાતર પોતાનો જીવ ગુમાવવો પડે છે.

ગીર-સોમનાથના ઉનામાંથી સામે આવ્યો છે. જેમાં એક સગીરે મોબાઈલ ગેમના રવાડે ચડીન ગયો હતો અને એજ મોબાઈલ તેના મુત્યુ નું કારણ બન્યો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સાજણનગરમાં રહેલા 16 વર્ષના સગીરે મોબાઈલ ગેમના લીધે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે. મૃતક સગીરે પોતાના ઘરના રૂમમાં સ્ત્રી વેશ ધારણ કરીને ગળે ફાંસો ખાઈ લેતા પરિવાર નાં લોકો આશ્ચર્ય પામી ગયા હતા.

તરૂણ નામનો આ સગીર ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અનેપરિવારજનોને આશંકા છે કે, તરૂણે મોબાઈલ ગેમના લેવલને અનુસરીને લેડીઝ પહેરવેશ પહેરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જો કે સગીરના મોતનું સાચુ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.હાલમાં તો પરિવાર જનો પર આભ ફાટી પડ્યું છે, કારણ કે પોતાનો વ્હાલ સોયો પુત્ર ગુમાવ્યો છે, એ પણ તરુણ અવસ્થામાં જ્યારે હજુ તેને પોતાનું જીવન નથી જોયું.

આજમાં સમયમાં દરેક રીતે ઓનલાઈન યુગ આવી ગયો છે, ત્યારે તમામ લોકોએ આ કિસ્સાને ધ્યાનમાં રાખવું જોઈએ અને સતર્ક રહેવું જોઈએ કારણ કે મોબાઈલ ફોન જેટલો આજના યુગમાં જરૂરી છે એટલો જ નુકસાનકારક પરતું તે યુઝ કરનાર વ્યક્તિ પર આધારિત છે કે, ફોન નો ઉપયોગ કંઈ રીતે કરે છે. ફોન આપણી આદત ન બનવી જોઈએ કારણ કે સમય જતાં આદત આપનો જીવ લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!