Gujarat

ડોકટર ની એક ભુલ ના લીધે ઘર નો માસુમ દિપક ઓલવાયો, થયુ એવું કે…

આપણે સૌ ડોકટરને ભગવાન સન્નમાન દરરજો આપીએ છે અને તે યોગ્ય પણ છે. કારણ કે ડોકટર લોકોના જીવ બચાવે છે પરંતુ ક્યારેક અમુક કિસ્સાઓમાં ડોક્ટરની બેદરકારીનાં લીધે અમુક વ્યક્તિનાં જીવ પણ જતા રહેતા હોય છે. હાલમાં જ એક ત્રણ વર્ષના બાળકનું નિધન થયું જેમાં પરિવાર નાં લોકોએ કહ્યું કે ડોકટર ની ભૂલ ન લીધે જ અમારા દીકરાનું મુત્યુ થયું છે. ખરેખર ચાલો આપણે જાણીએ કે આખરે ઘટના શું બની હતી જેના લીધે પરિવારના લોકો ડોકટર પર આક્ષેપ નાખી રહ્યા છે.

આપણે સૌ જાણીએ છે કે, નાના બાળકો ક્યારેક રમતા રમતા અનેક વસ્તુઓ ગળા માં નાખી દેતી હોય છે. ત્યારે આ  સાડા ​​ત્રણ વર્ષ બાળકનું ચુંબક ગળી  ગયો હતો અને એના લીધે જ તેનું મોત નીપજ્યું હતું. વાત જાણે એમ છે કે, બાળક રમતી વખતે આકસ્મિક રીતે ચુંબક ખાઈ ગયો હતો. જે બાદ બાળકના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ડોક્ટરોની બેદરકારીને કારણે બાળકનો જીવ ગયો હતો.

પરિવારે કહ્યું કે આ ચુંબક છેલ્લા 11 દિવસથી બાળકના પેટમાં પડેલું હતું.આ બાળક ઈન્દોરના સિલિકોન સિટીમાં રહેતો હતો. અહીં રહેતા સુનીલ તિવારીનો સાડા ત્રણ વર્ષનો પુત્ર કબીર 29 જુલાઈએ રમતી વખતે આકસ્મિક રીતે ચુંબક ગળી ગયો હતો. જ્યારે પરિવારના સભ્યોને આ વિશે ખબર પડી ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા. પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં બાળકનો એક્સ-રે કરવામાં આવ્યો હતો.

એક્સ-રે કર્યા બાદ બાળકના પેટમાં ચુંબક જોવા મળ્યું હતું. ત્યારબાદ ઘરના લોકો બાળકને તેના પેટમાંથી ચુંબક કાઢવા માટે અરિહંત હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ મેનેજમેન્ટે એન્ડોસ્કોપીમાંથી મેગ્નેટ કાઢવાનું કહ્યું. પરંતુ તે દિવસે એનેસ્થેસિયાના નિષ્ણાતના અભાવે તેને બીજા દિવસે આવવાનું કહેવામાં આવ્યું. બીજા દિવસે જ્યારે બાળકના પેટમાંથી ચુંબક કાઢવામાં આવ્યું ત્યારે તેનું મૃત્યુ થયું.

કબીરના પિતા સુનીલ તિવારીએ જણાવ્યું કે ચુંબક ગળી ગયા બાદ કબીરને ઉધરસ અને તાવ આવ્યો. તો ડોક્ટરોએ કહ્યું કે ક્યારે સારું થશે. પછી તેના શરીરમાંથી ચુંબક દૂર કરવામાં આવશે. આ પછી, સોમવારે બાળકની એન્ડોસ્કોપી કરવામાં આવી અને તે પછી તેને બેભાન કરવા માટે એનેસ્થેસિયા આપવામાં આવ્યું.

ડોક્ટરોએ બાળકના પેટમાંથી ચુંબક પણ બતાવ્યું અને કહ્યું કે બાળક અડધા કલાકમાં ચેતના પાછી મેળવી લેશે. પરંતુ લગભગ અઢી કલાક બાદ ડોક્ટરોએ જણાવ્યું કે બાળકનું મોત થયું છે. પરિવારે આરોપ લગાવ્યો કે બાળકનું મોત એનેસ્થેસિયાના ઓવરડોઝને કારણે થયું છે. હાલમાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ ચાલુ છે, ત્યારે હવે જાણવા મળશે કે આખરે કારણ શું હતું. ભગવાન આ નાના બાળકની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!