Gujarat

200 કરોડ થી વધુ ની છેતરપિંડી કરતી ગેન્ગ ઝડપાઈ, એક સુરત નો આરોપી તો ચા નાસ્તા ની લારી ચલાવે છે

જેમ જેમ ડીજીટલ યુગ આવતો જાય છે તેમ તમે ચોરી અને ઠગાઈ પણ ડીજીટલ થતી જાત છે તાજેતર મા અનેક એવા કિસ્સા ઓ બને છે કે ઓનલાઈન ફ્રોડ થયા હોય આવા બનાવો અટકાવવા માટે સરકાર પણ વારંવાર ચેતવણી આપતી હોય છે તેમ છતા આવા બનાવો અટકતા નથી હાલ એક બોવ મોટુ કાંડ સામે આવ્યુ છે જેમાં 520 કરોડ ની છેતરપિંડી થયા નો અંદાજ છે.

હાલ ઓનલાઈન કંપની ઓ મા ઘણી ખોટી કંપની ઓ આવી છે જે ડબલ રુપીયા કરવાની લાલચ આપી ને છેતરપિંડી કરે છે આવી જ એક ગેન્ગ કે જેણે દેશ ભરમા હજારો લોકો સાથે બે ચાઈનીઝ મોબાઈલ એપ્લીકેશન દ્વારા છેતરપિંડી કરી હતી
જેમા ના બે સાગરીતો સુરત છે.

આ બે એપ્લીકેશન નુ નામ પાવર બેન્ક અને ઈઝેડ પ્લાન છે અને દેશ ઉતરાખંડ, દિલ્હી અને દેશ ના અલગ અલગ રાજ્યો નાણા ડબ કરવાની લાલચ આપી 200 કરોડ ની છેતરપિંડી કરી હતી. સૌથી અગત્યની વાત છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડીના આ ગુનામાં સુરતથી ધરપકડ કરાયેલા બન્ને આરોપીઓ પૈકી એક આરોપી ચા-નાસ્તાની લારી ચલાવે છે અને બીજો આરોપી એજન્ટ છે.

સુરતમાં ચા અને નાસ્તાની લારી ચલાવનારા 35 વર્ષીય વિજય વણઝારા પાલિકા આવાસમાં રહે છે જ્યારે બીજો આરોપી 30 વર્ષીય જય પારેખ અડાજણ ખાતે રહે છે. અને આ એપ્લીકેશન મા ઈનવેસમેનટ પર દૈનિક ધોરણે વ્યાજ આપવાની લાલચ આપી ને છેતરપિંડી કરતા. આ ગેન્ગ ના કુલ 11 સભ્યો પૈકી બે સુરત ના હતા અને તમામ ની ધરપકડ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!