દેશના સૌથી ધનિક વ્યક્તિ કેરી વેચીને કરોડ રૂપિયા કમાવવા લાગ્યા! જાણો કેમ મુકેશ અંબાણી આવું કર્યું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશના સૌથી ધનિક વ્યક્તિ અંબાણી જો કેરી વેચે છે તો તમને કેવું લાગે ? આશ્ચય પામી જશોને…? ખરેખર એવું જ થશે કારણ કે સ્વાભાવિકછે કે અબજો રૂપિયાની સંપતિ ધરાવનાર વ્યક્તિ ને કેરી વેચવાની જરૂર શુ છે? પણ આ વાત તદ્દન સાચી છે. રિલાયન્સ દર વર્ષે ઉનાળામાંકેરિમાંથી કરોડ રૂપિયાની કમાણી કરે છે અને આ કેરી દેશ વિદેશમાં આયાત કરવામાં આવે છે.
આજે ચાલો જાણીએ કે આખરે અંબાણી કેરીઓનું વેચાણ શા માટે કરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતની સૌથી મોટી કંપની ગણો તો પણ ખોટું નથી કારણ કે વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ રિલાયન્સ ફાઉન્ડેશન કંપની વિશાળ છે પરંતુ તેનાથી વિશાળ તેનું ટાઉનશીપ પણ છે જ્યાં કર્મચારીઓ રહે છે. અહીંયા ફરવા લાયક ગાર્ડન છે તેંમજ અહીંયા વિશાળ કેરીનો બાગ આવેલ છે જેમાંથી કરોડ રૂપીયાની
કમાણી કરે છે.પર્યાવરણનાં સંરક્ષણ માટે એક અનોખું પગલું ભર્યું, જેના કારણે કંપનીને પણ ઘણો ફાયદો થયો. હા, આપણે જે ઉદ્યોગની વાત કરી રહ્યા છીએ, એણે ઘણી એકર ઉજ્જડ જમીનને કેરીના બગીચામાં ફેરવી દીધી છે.
વર્ષ 1997 માં,જામનગરમાં તેની રિફાઇનરીમાં ભારે પ્રદૂષણ અંગે કંપની ચિંતિત હતી. એટલું જ નહીં, કંપનીને ઘણી વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ચેતવણીઓ પણ મળી રહી હતી. આવી સ્થિતિમાં રિલાયન્સ ગ્રૂપને લાગ્યું કે આ સમસ્યાનું સમાધાન લાવવા કેટલાક પગલાં લેવાની જરૂર છે. ત્યારે જ રિલાયન્સે પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે રિફાઇનરી નજીક કેરીનો બાગ લગાવવાનું વિચાર્યું હતું. રિલાયન્સની જામનગર રિફાઇનરી પાસે આવેલી ઉજ્જડ જમીનને ત્યારબાદ ગ્રીન બેલ્ટમાં ફેરવવામાં આવી હતી.
200 થી વધુ જાતોના કેરીની આશરે 1.3 લાખ રોપાઓ વાવવામાં આવ્યા હતા.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઇ અંબાણીના નામ પરથી આ બગીચાને “ધીરુભાઇ અંબાણી લાખીબાગ અમરાઇ” નામ આપવામાં આવ્યું હતું. રિલાયન્સનું બગીચો નામ 16 મી સદીમાં મોગલ બાદશાહ અકબર દ્વારા બાંધવામાં આવેલા કેરીના બાગથી પ્રેરિત હતું,