68 કલાંક પછી વિર જવાનનો પાર્થિવ દેહ ઘરે પહોચ્યો, આખુ ગામ હિબકે ચડયું
ભારત દેશ ના વધુ એક જવાનનુ નીધન થયુ હતુ અને શહીદ જવાન હિંમાશુ નેગી ના પાર્થિવ દેહ 68 કલાંક ના લાંબા ઈંતજાર બાદ પોતાના ઘરે પહોચ્યો હતો. ઉત્તરાખંડના કાશીપુરમાં હેમપુર ડેપોની પાંડે કોલોનીમાં રહેતા હિમાંશુ નેગીની સેવન કુમાઉ રેજિમેન્ટમાં કોન્સ્ટેબલ તરીકે 27 માર્ચ 2019 ના રોજ નિમણૂક કરવામાં આવી હતી.
હાલમાં તે પશ્ચિમ બંગાળના બીનાગુરી પોસ્ટ પર પોસ્ટ કરાઈ હતી. હિમાંશુ 45 દિવસની રજા પૂરી કર્યા પછી 2 જૂને યુનિટમાં પાછો ફર્યો. 30 જૂને સવારે 11 વાગ્યે પરિવારને હિમાંશુની શહીદ થયા ના સમાચાર મળ્યાં હતા , જેનાથી પરિવારમાં અને પાંડે કોલોનીમાં શોક નુ મોજુ ફરીવળયુ હતુ. હિમાંશુના પરિવારજનો અને મિત્રો તેના પાર્થિવ દેહ ની ત્રણ દિવસની રાહ જોવી પડી હતી
શનિવારે સવારે લગભગ 7.30 વાગ્યે સુબેદાર જગતસિંહ, હવાલદાર મહેન્દ્ર સાગર અને હવાલદાર ગણેશ ચૌધરી એમ્બ્યુલન્સમાંથી શહીદ હિમાંશુના પાર્થિવદેહ સાથે પાંડે કોલોની પહોંચ્યા હતા. ત્યારે પરીવાર નુ હૈયાફાટ રુદન જોવા મળ્યુ હતુ અને વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.
હિંમાશુ નેગી ની બહેન ખુબ દુખી જોવા મળી હતી અને ગામ લોકો એ શહિદ જવાન અમર રહો ના નારા લગાવ્યા હતા અને શ્રધાંજલી પાઠવી હતી.