જો આ સોનાનુ માસ્ક પહેરશો કોરોના આજુબાજુ પણ નહી આવે : ગોલ્ડબાબા નો અજીબ દાવો
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ એ કે માસ્ક મા અલગ અલગ પ્રકાર ના હોય છે જેમાં 10 થી માંડી 100 અને 200 રુપીયા સુધી ન હોય છે પરંતુ આજે અમે તમને એવા માસ્ક ની વાત કરવાના છીએ એ માસ્ક જોઈ તમે પણ ચોકી જશો ! કાનપુર ના એક બાબા એ એવુ માસ્ક બનાવડાવ્યુ કે જે સોના નુ છે અને કીંમત 5 લાખ છે.
આ માસ્ક મનોજ સેંગર નામ ને વ્યક્તિ એ કોરોના ની ત્રીજી લહેર પહેલા બનાવડાવ્યુ હતુ મનોજ સેંગર એક બાબા પણ છે જેને લોકો મનોજાનંદ નામે ઓળખે છે. મનોજ સેંગર આ માસ્ક ને લઈ ને મોટો દાવો કર્યો હતો કે આ માસ્ક થી તેમને કોરોના થશે નહી.
જો આ માસ્ક ની વાત કરવામા આવે તો આ માસ્ક 5 લાખ રુપીયા ના ખર્ચે બનેલું છે અને મુંબઈ ના કારીગરો દ્વારા મુંબઈ મા બનાવવાં મા આવ્યુ છે. બાબા એ એવો દાવો કર્યો છે કે આ માસ્ક પહેરવાથી 3 વર્ષ સુધી કોરોના થી બચી શકાય છે આ ઉપરાંત આ માસ્ક ને એક નામ શિવ સ્વર્ણક રક્ષક કોરોના માસ્ક નામ આપવામા આવ્યુ છે.
આ બાબા સોના નુ માસ્ક જ નહી પરંતુ ગળા મા બે કીલો ઘરેણાં પણ પહેરે છે મનોજાનંદ કાનપુર ના કાકાદેવ વિસ્તાર મા રહે છે અને હાલ પોતાના માસ્ક ને લઈ ને ખુબ ચર્ચા મા છે.