નાના એવા ગામ મા જન્મેલા નીલેશ માળી એક સમયે વેંચતા રેડીયો અને વોકમેન આજે કરોડો ની કંપનીના માલીક! તમે પણ એમની વસ્તુ વાપરતા હશો..
આજે આપણે એક એવા વ્યક્તિની સફળતા વિશે જાણીશું કે, તેમના જીવનથી પ્રેરણા મળશે. તમે ગરીબ છો તો પણ તમારે નીરાશ થવાની જરૂર નથી કારણ કે, જીવનમાંથી સફળતા કેમ.મેળવી તેના વિશે આપણે KDM મોબાઈલ એક્સેસરીઝના સ્થાપક નિલેશ માળીનાં જીવનમાંથી જાણીશું. જો તમારી પાસે ઈચ્છાશક્તિ છે, જો તમે તમારા ધ્યેય પ્રત્યે સમર્પિત છો અને સતત મહેનત કેવી રીતે કરશો તેનાં દ્વારા સફળતા મળે છે.
સફળ મોબાઈલ એસેસરીઝ કંપની કેડીએમના નિલેશ માળી તેનું જીવંત ઉદાહરણ છે. નિલેશ માળી 18 વર્ષનો હતા ત્યારે રાજસ્થાનના નાના જિલ્લા જાલોરથી મુંબઈ આવ્યા હતા. નિલેશ માળી એક નાનકડા શહેરમાંથી આવતા હોવાથી માયાનગરીથી પ્રભાવિત થયા નહીં અને પોતાના જ સપના આંખોમાં રોપ્યા.
વર્ષ 2000માં નિલેશ છૂટક દુકાનમાં કામ કરતા હતા અને પછી મુંબઈના લોકોને વોકમેન અને રેડિયો જેવી ઈલેક્ટ્રોનિક સામાન વેચવાનું શરૂ કર્યું. નિલેશભાઈને મિત્રોએ સલાહ આપી હતી કે મોબાઈલ એસેસરીઝનો બિઝનેસ શરૂ કરવો જોઈએ કારણ કે તે સમયે તેની ખૂબ માંગ હતી.મિત્રોની સલાહથી નિલેશે મોબાઈલ બેટરીનો ધંધો શરૂ કર્યો. આ વિચાર ફળીભૂત થયો અને તે પછી નિલેશે પોતાનું કામ વધારવાનું નક્કી કર્યું.
વર્ષ 2008માં નિલેશ ચીન ગયા અને ત્યાં તેમણે એવા ઉત્પાદકોનો સંપર્ક કર્યો હતો જેઓ ભારતના જથ્થાબંધ બજારમાં તેમનો માલ વેચતા હતા બસ પછી તો નિલેશ માળીએ KDM મોબાઈલ એસેસરીઝની સ્થાપના કરી. KDM મોબાઈલ એસેસરીઝની સ્થાપના વર્ષ 2011માં થઈ હતી. આ કંપનીએ દેશના નાના શહેરોના લોકોને જીવનશૈલીની શ્રેષ્ઠ પસંદગી પૂરી પાડી હતી. KDM ઈન્ડિયા સસ્તા મોબાઈલ ચાર્જર, ઈયરફોન, સ્પીકર્સ અને નેક બેન્ડ બનાવે છે.
વર્ષ 2021 સુધીમાં, KDM ઇન્ડિયાના દેશભરમાં 1000થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ જ્યારે 25,000થી વધુ ડીલરો હતા. KDMનો ઉદ્દેશ્ય ‘હર ઘર KDM’ છે. ભારતમાં કંપનીના બિઝનેસ ગ્રોથ માટે જરૂરી છે કે તે ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકે અને તેમને આકર્ષિત કરી શકે. આ સમયે, KDMનું વાર્ષિક ટર્નઓવર 50 કરોડને વટાવી ગયું છે.
આજે કંપનીને આટલી સફળતા મળી છે તેની પાછળનું કારણ એ છે કે, છેલ્લા 10 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ અકબંધ છે. આગામી 10 વર્ષમાં 100 ગણો ગ્રોથ આવી શકે છે. આજે નિલેશભાઈની સફળતા પછી એ વાત તો સાચી છે કે, તમે ભલે ગરીબ જન્મો પરંતુ તમારામાં એટલી આવડત તો રહેલી હોય કે તને અમીર થઈને મરી શકો.